આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન
આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ધાટન કરશે
આંતરાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તેવા હેતુસર આવતીકાલ તા. ૨૪મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે.
આ તેજસ્વિની વિધાનસભામાં દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સમગ્ર દેશમાં પ્રતિ વર્ષ તા. ૨૪ જાન્યુઆરીને આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને બાલિકાઓ માટે વધુ ખાસ બનાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે આ ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300