બોટાદ ખાતે શાળાકક્ષાનું “ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024” યોજાયું..

બોટાદ ખાતે શાળાકક્ષાનું “ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024” યોજાયું..
Spread the love

પીએમશ્રી ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નગર પ્રા શાળા નં 24 બોટાદ ખાતે શાળાકક્ષાનું “ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024” યોજાયું..

એકવીસમી સદી એટલે ટેકનોલોજીની સદી..બાળકોમા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં રસ રુચિ વધે તેમજ આવનાર સમયમાં બાળકો પોતાની સુજબુજથી અવનવી ટેક્નોલોજીનું સંશોધન કરી ગ્લોબલ વોર્મિંગ, જળ અને વીજળી જેવા મહત્વના સ્ત્રોતોની રક્ષણ અને મુખ્ય સ્ત્રોતો નો સદુપયોગ થકી સૃષ્ટિનું રક્ષણ કરી શકે તે હેતુ શાળાકક્ષાએ વિજ્ઞાનમેલાનું આયોજન કરવામાં આવ્યું..જેમાં.ધોરણ 3 થી 8 માં બાળકોએ વિજ્ઞાનમેલા અંતર્ગત 86 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી..આજના કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવામાટે શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી પ્રતિકભાઈ વડોદરિયા,શાસનાધિકારી શ્રી ડી.બી.રોય સાહેબ તથા શાળા smc સભ્યશ્રીઓ, વાલીશ્રીઓ તથા શાળાના સૌ શિક્ષકમિત્રો ઊપસ્થિત રહેલ…મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ સાથે વૃક્ષરોપા દ્વારા મહેમાનોના સ્વાગત તેમજ શાળાના શિક્ષકશ્રી તથા નગર પ્રા શિક્ષક સંઘના પ્રમુખશ્રી રણજીતભાઈ ગોવાળિયા દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ..ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી રાકેશભાઇ સોલંકી દ્વારા વિજ્ઞાનમેલાની માહિતી આપવામાં આવેલ બાદ શાળાના આચાર્યશ્રી,શાસનાધિકારી સાહેબશ્રી અને ચેરમેન સાહેબ દ્વારા પ્રાસગિક પ્રવચન દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરેલ…મહેમાનોના વરદ હસ્તે રીબીન કાપી વિજ્ઞાનમેલાને ખુલ્લો મુકવામાં આવેલ….
ઉપરોક્ત વિજ્ઞાન મેળાને સફળ બનાવવા શાળાના ગણિત વિજ્ઞાન શીક્ષક શ્રી રાકેશભાઈ સોલંકી,શ્રી સંજયભાઈ શેખ અને નુરાની નસૃદીનભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી સુદર વિજ્ઞાનમેલાનું વાતાવરણ ઉભુ કરેલ…આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી વિજયભાઈ વાળા દ્વારા તેમજ કાર્યક્રમની આભારવિધિ શિક્ષકશ્રી હરકાતભાઈ દવે દ્વારા કરવામાં આવેલ સાથે શાળાના તમામ શિક્ષકો અને વિધાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખુબજ યોગદાન આપેલ….

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240123-WA0173-2.jpg IMG-20240123-WA0172-0.jpg IMG-20240123-WA0170-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!