જામકંડોરણામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શ્રધ્ધ અને ભક્તિભાવથી ઉજવણી

જામકંડોરણામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શ્રધ્ધ અને ભક્તિભાવથી ઉજવણી
જામકંડોરણામાં ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી
ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિત
જામકંડોરણામાં અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શ્રધ્ધા અને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી જામકંડોરણા શહેર તથા ગામડાઓમાં સવારથીજ અનેરા ઉત્સાહ સાથે વિવિધ ધામિર્ક કાયૅક્રમો યોજાયા હતા જામકંડોરણા શહેરમાં સવારે માલધારી સમાજ દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે શ્રી રામ મંદિરે ધજા ચડાવવામાં આવી હતી જામકંડોરણામાં બપોરબાદ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં ભવ્ય અને વિશાળ અક્ષત કળશ સાથેની શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા સોમનાથ મંદિરથી શરૂ થઈ ધોરાજી નાકા, જલારામ મંદિર,અન્નપૂર્ણા મંદિર, ભાદરા નાકા, કિશાન પ્લોટ,ઈન્દિરા નગર, નગર નાકા, થઈ રામ મંદિર પટેલ ચોક ખાતે પૂણૅ થઈ હતી આ શોભાયાત્રામાં રસ્તામાં આવતા મંદિરોએ કળશ પૂજન તથા સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરના વેપારીઓ, યુવાનો, વડીલો ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને ડી. જે. ના તાલે રાસ તેમજ જયશ્રી રામના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું શહેરમાં રંગોળીઓ તેમજ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા મંદિરોમાં મહાઆરતી, રામધૂન સહિતના કાયૅક્રમો યોજાયા હતા અને રાત્રે સરદાર પટેલ ચોકમાં ભવ્ય રાસોત્સવ યોજાયો હતો તાલુકાના ગામડાઓમાં પણ અનેરો ઉત્સાહ સાથે વિવિધ ધામિર્ક કાયૅક્રમો યોજાયા હતા ગામડાઓ પણ રામમય બન્યા હતા
રીપોટૅ :-મનસુખ બાલધા-જામકંડોરણા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300