ભારતમાતા મંદિર ખાતે પારસમણી દ્વારા બનાવેલી શ્રી રામની ભવ્ય રંગોળી ટોક ઓફ ધ ટાઉન બની છે…!

- ભારતમાં ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાનું રાજતિલક થયું છે. આજે ભારતમાં નૂતન વર્ષ જેટલો હર્ષ અને ઉલ્લાસ છવાયેલો છે. આખું ભારત રામમય બન્યું છે તો પછી એમાં ગાંધીનગર કેમ બાકી રહી જાય?
ગાંધીનગરની જાણીતી સમાજસેવા કરતી સંસ્થા પારસમણી ફાઉન્ડેશન દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાતા મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને પારસમણી ફાઉન્ડેશનના સહયોગથી શ્રી રામ ભગવાનને પ્રસન્ન કરવા માટે આ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર ફૂટ બાય બાર ફૂટની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી જે અત્યારે ગાંધીનગર ખાતે આકર્ષણનું કેન્દ્ર બની છે. વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં પારસમણી ફાઉન્ડેશનના ૨૫ સભ્યોએ સાથે મળીને આ ભવ્ય રંગોળી બનાવી હતી. રવિવારે સવારે નવ વાગ્યાથી શરૂ કરીને રાત્રે આઠ વાગ્યા સુધી અવિરત પણે રંગોળી પૂરીને હમણાં શ્રી રામ બોલી ઊઠશે એટલી અદ્ભુત રંગોળી બની છે.
શ્રી રામચંદ્રજીની ભવ્ય રંગોળી બનાવવાનું આયોજન પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ રંગોળીની સમગ્ર તૈયારી રૂચિ લતાડે કરી હતી. આ ભવ્ય રંગોળી તૈયાર કરવા સ્વપ્ના વાઘ, રિદ્ધિ થોરાત, ડૉ. પૌલમી પરમાર, સ્તુતિ ઓઝા, લતા શુક્લ, ઝિનલ ઠક્કર, રૂચિ લતાડ, દિયા ભાવસાર, મિનાક્ષી ઉત્તરવાર, પારૂલ મહેતા, નિયાશી પરમાર, મિનાક્ષી પારેખ, જીનલ પંડ્યા, પ્રિયંકા ગુપ્તા, પૂજા દળવી, ધારા છનિયારા, ઊમા કડિયા, ખનક છનિયારા, અનન્યા થોરાત, ક્રિશા શાહ, ગાયત્રી થોરાત, નીતિ પટેલ, મૌસમી ઓઝાએ સળંગ બાર કલાક રામ ચરણમાં મહેનત કરી હતી. ભારતમાતા મંદિર ખાતે સૌ સભ્યો ભગવા રંગના ડ્રેસ સાથે રંગોળી પુરવા આવ્યાં હતાં. આ રંગોળી પુરવા ખાસ પુનાથી રંગ મંગાવવામાં આવ્યા હતા.
શ્રી રામચંદ્રજીની ભવ્ય રંગોળી બનાવનાર સૌ સભ્યોને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ, ડૉ અશ્વિન ત્રિવેદી, ડૉ. પૌલમી પરમાર અને સંજય થોરાતના હસ્તે વિશેષ તૈયાર કરવામાં આવેલા મોમેન્ટો અને સર્ટિફિકેટ સાથે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સુનિલભાઈ ત્રિવેદી અને બજરંગ દળના પ્રમુખ શક્તિસિંહ ઝાલા હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના જીતુભાઈ આહિર, નૈલેષભાઈ દેસાઈ, ગણપતસિંહ વાઘેલા અને મહિપાલસિંહ વિહોલ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.
ભારત માતા મંદિર ખાતે તારીખ ૨૨ સવારથી જ શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય રંગોળી જોવા માટે ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તો રંગોળીના ફોટો અને એની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં ડૉ. અશ્વિન ત્રિવેદી, કોસમોસ સિક્યુરિટીના સમીરભાઈ ત્રિવેદી, વૃંદાવન સ્વીટના સતીષભાઈ સુખડીયા, શાયોના ગિફ્ટના સુરેન્દ્રસિંહ, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર નિકુંજ વૈશ્યક અને ડૉ. પૌલમી પરમારે અનન્ય સહયોગ આપ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રંગોળી જોવા માટે સૌને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.