અમરેલી જિલ્લાના બાબરા, ઉંટવડ, ચલાલાની મુલાકાતે મદદ સખી સેન્ટરના કર્મચારીઓ

અમરેલી જિલ્લાના બાબરા, ઉંટવડ, ચલાલાની મુલાકાતે મદદ સખી સેન્ટરના કર્મચારીઓ
Spread the love

અમરેલી જિલ્લાના બાબરા, ઉંટવડ, ચલાલાની મુલાકાતે મદદ સખી સેન્ટરના કર્મચારીઓ

વિવિધ યોજનાકીય વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું

અમરેલી : ભારત સરકાર પુરસ્કૃત – મહિલા અને બાળ વિકાસ વિભાગ – ગાંધીનગર દ્વારા સંચાલિત અને અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૫ વર્ષથી અમરેલી “સખી” વન સ્ટોપ સેન્ટર 24*7 કાર્યરત છે. હિંસાથી પીડિત બહેનોને વિવિધ મદદ સખી સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ મદદમાં પોલીસ, કાનૂની, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય તેમજ સામાજિક પરામર્શ તેમજ કાયદાકીય મદદ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હિંસાથી પીડિત ૧,૨૯૫ બહેનોને મદદ પૂરી પાડવામાં આવી છે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં કોઈપણ ખૂણે હોય અને તે બહેનને અડધી રાત્રે પણ મદદની જરુર હોય તો તેને ૧૮૧ દ્વારા કે વન સ્ટોપ સેન્ટર પર રુબરુમાં મદદ મળી શકે છે. “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા તાજેતરમાં અમરેલી જિલ્લાના બાબરા, ઉંટવડ, ચલાલા જેવા વિવિધ ગામડાઓમાં જઈ યોજનાકિય બાબતો વિશે વિગતો આપી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા અમલી વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વિધવા પેન્શન યોજના, બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના, વિધવા પુનઃલગ્ન યોજનાઓની વિગતો આપવામાં આવી. કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી થતી હોય તે તેવી સ્થિતિમાં શું કરવું જોઇએ તે અંગે કાયદાકીય રક્ષણ અને અન્ય બાબતોની વિગતો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તે સાથે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0013.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!