કલ્યાણપુરા ગામનો યુવક અયોધ્યા દર્શન કરી પરત આવતા ગ્રામજનો એ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામનો યુવક અયોધ્યા થી દર્શન કરી પરત આવતા ગ્રામજનો એ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું… પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામનો યુવક અયોધ્યા થી દર્શન કરી પરત આવતા ઢોલ નગારા સાથે ગ્રામજનો દ્વારા યુવક નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..કલ્યાણપુરા ગામનાં રામજી મંદિર ખાતે આવી પહોંચેલ યુવક ને સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
કલ્યાણપુરા ગામનાં યુવક ભીખાભાઈ સેંધાભાઈ ઠાકોર જેઓ અયોધ્યા શ્રી રામ નાં દર્શન કરી પરત આવતા સમસ્ટ ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.સાથે સાથે કલ્યાણપુરા ગામમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુરા ગામનાં યુવકો દ્વારા ઠેર ઠેર જગ્યાએ શ્રી રામ નામની ધ્વજો સાથે સ્ટીકર પોસ્ટર બેનર લગાવી ગામને કેસરિયા રંગે રંગાઈ અલગ જ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300