પાટણ : વારાહી માં મુસ્લિમ પ્રમુખ અગ્રણીઓ અને હિન્દુ ધર્મના લોકો એકજૂથ બની ઉજવણી માં જોડાયા

સુપ્રીમ કોર્ટના નિર્ણયને સહજ સ્વીકારી વારાહી સાંતલપુરના મુસ્લિમ સમાજના પ્રમુખ સહિત અગ્રણીઓમાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ને લઇને ઉત્સાહિત જોવા મળ્યા હતા.550 વર્ષો પછી સુપ્રીમ કોર્ટે નાં નિર્ણય ને મુસ્લિમ સમાજ ના બિરાદરો એ સહજ સ્વીકાર્યો છે.. સાથે મુસ્લિમ બિરાદરો માં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.સરદારખાન કરીમખાન મલેક સાંતલપુર મુસ્લિમ સમાજના પ્રમુખ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવી પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે અલગ અલગ જગ્યાએ હાજરી પણ આપી હતી અને લોકોને ભાઈચારા ની લાગણી સાથે એકતા નો સંદેશ પાઠવ્યો હતો. હિન્દુ સમાજ સહિત પાટણ નાં વારાહિમાં મુસ્લિમ બિરાદરો માં પણ પ્રભુ શ્રી રામ મહોત્સવની ઉજવણી મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ પ્રમુખ સહિત યુવાનો જોડાયા હતા.
વર્ષો થી ચાલતા વિવાદ નો અંત આવ્યો છે અને સમગ્ર દેશમાં ઠેર ઠેર ઉજવણી થઈ હતી.ત્યારે તેના ભાગરૂપે વારાહી માં હિન્દુ ધર્મ નાં લોકો સાથે મુસ્લિમ સમાજ ના યુવાનો માં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.અયોધ્યા રામ મંદિરમા પ્રાણ પ્રતીષ્ઠા નિમિતે વારાહી ગામે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના આતરનેશ ગામ ખાતે 22 તારીખના રોજ રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તો બીજી તરફ સમગ્ર ગામડાઓ અને પાટણ જિલ્લા નાં નાના મોટા શહેરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઇને આનંદ જોવા મળ્યો હતી. સાંતલપુર નાં આંતરનેશ ગામ ખાતે ત્રિ દિવસીય મહોત્સવ માં મોટી સંખ્યા ની અંદર ગામ લોકો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વિશેષ આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર શોભા વધારી હતી. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને સમાજસેવક રસુલખાન રમત ખાન મલેક અને સરદારખાન મલેક અને અન્ય મહાનુભવો ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહી કોમી એકતા નું ઉદાહરણ બતાવ્યું હતું. હિન્દુ મુસ્લિમ એક થઈ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી.
550 વર્ષના સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના જન્મ સ્થળ પર ફરી બિરાજમાન થયા છે.ત્યારે સમગ્ર વારાહી માં મુસ્લીમ બિરાદરો પણ જોડાયા હતા.22 તારીખે પ્રભુ શ્રી રામ લલ્લા ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંપૂર્ણ ભારત રામ મય બન્યું હતું. જેના ભાગરૂપે સમગ્ર વારાહી રાધનપુર માં ભગવા લહેરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે વારાહી નાં મુસ્લિમ બિરાદરો નાં યુવાનો પણ જોડાઈ રહ્યા છે.અને એક અનેરો ઉત્સાહ વારાહી માં જોવા મળી રહ્યો છે તેવું મુસ્લિમ સમાજ ના પ્રમુખ એ જણાવ્યું હતું.દિવાળીના તહેવાર કરતાં પણ વધુ આનંદ અને ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો.જેમાં પાટણ નાં વારાહી ખાતે મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ એકબની ઉજવણી કરી હતી.
અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મહોત્સવ ની ઉજવણી સમગ્ર દેશ માં થઈ રહી છે.જેના ભાગ રૂપે પાટણ જિલ્લાના વારાહી ખાતે મુસ્લિમ બિરાદરો માં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અને રાધનપુર વારાહી શહેર નાં મકાનો શેરીઓ અને રોડ રસ્તા પર રંગબેરંગી લાઇટિંગ અને રોશની જોવા મળી હતી સાથે સાથે કેસરિયા ભગવા રંગે શહેર રંગાઈ ચૂક્યા અને શેરીએ શેરી અલગ અલગ પ્રોગ્રામ , હોમ હવન , આરતી અને અલગ અલગ કાર્યક્રમો તેમજ વિવિધ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે વારાહી માં મુસ્લિમ સમાજના અગ્રણીએ દરેક મુસ્લિમ સમાજના યુવાનો અને દરેક લોકોને આ ઉત્સવ ની ઉજવણી માં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.વારાહી ગામના લોકોનો ઉત્સાહ અને એમાંય મુસ્લિમ સમાજ જોડાયુ હતું..જે જોઈ ભારત રામરાજ્ય તરફ જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.રાધનપુર અને વારાહી શહેર માં સમગ્ર વિસ્તાર ને ભગવા રંગે રંગાઈ ચૂક્યો હતો. સમગ્ર વિસ્તાર માં ઠેર થી ભગવો લહેરાઈ રહ્યો છે અને એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે વારાહી રાધનપુર માં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજ ના લોકો એકતા જોવા મળી રહી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300