હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કર્તવ્ય સ્થંભનું લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રીશ્રી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ભગવાન શ્રી રામચંદ્ર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપલક્ષ્યમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત ની અધ્યક્ષતામાં કર્તવ્ય સ્થંભનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર.જે કોમ્પ્યુટર સેન્ટર કેમ્પસ પાસેના મધ્યમાં એક ટન પથ્થરમાંથી તૈયાર કરેલું 8 ફૂટ ઊંચું ભગવાન શ્રીરામના ધનુષ કર્તવ્ય સ્થંભ સ્થાપન કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એક ટન પથ્થરમાંથી તૈયાર કરેલું આઠ ફૂટ ઊંચું ભગવાન શ્રીરામના ધનુષ કર્તવ્ય સ્થંભ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેનો અંદાજિત ખર્ચ 2 લાખ 50 હજાર જેટલો થાય છે આ કર્તવ્ય સ્થંભ એ યુવાનો માટે પ્રેરણા સ્થંભ છે અહીંથી વિદ્યાર્થીઓને નવી ઊર્જા મળશે. ઉપરાંત કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે યુવાનોએ આ કર્તવ્ય સ્તંભ આગળથી સારા સંકલ્પ લઈને જીવન મૂલ્યો દ્વારા પોતાના રાષ્ટ્ર સમાજ અને કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય અદા કરવાની પ્રેરણા લેવી જોઈએ.
આ પ્રસંગે યુનિવર્સિટીના કા.કુલપતિ રોહિત દેસાઈ, યુનિવર્સિટીના કા.કુલ સચિવ શ્રી ડોક્ટર કે કે પટેલ, સંગઠનના હોદ્દેદારો તેમજ યુનિવર્સિટીના અધ્યાપક સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300