કુકાવાવ : શ્રી પ્રાથમિક કન્યાશાળા -૨ માં રાષ્ટ્રિય મતદાન દિવસની ઉજવણી દબદબાભેર ઉજવણી

રાષ્ટ્રિય મતદાન દિવસ
કુકાવાવ ખાતે શ્રી પ્રાથમિક કન્યાશાળા -૨ માં રાષ્ટ્રિય મતદાન દિવસની ઉજવણી દબદબાભેર ઉજવણી કરવામાં આવી
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ખાતે શ્રી પ્રાથમિક કન્યાશાળા -૨ માં રાષ્ટ્રિય મતદાન દિવસની ઉજવણી દબદબાભેર ઉજવણી કરવામાં આવી શાળાના શીક્ષકશ્રી આરતીબેન ઠાકર તેમજ b.l.o. શ્રી વૈભવભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું સાથે સ્ટાફ પરિવારે સહકાર આપ્યો.આ દિવસે ક્વિઝ,સ્લોગન તેમજ ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. કવિજની પ્રશ્નોતરી ત્રણ રાઉન્ડમાં કરવામાં આવી હતી. બજર રાઉન્ડ,પ્રશ્નોતરી અને પાસિંગ રાઉન્ડ. બાળકો ખુબજ સરસ પ્રશ્નોના જવાબ આપતા હતા.પ્રથમ નંબરે આવેલા બાળકો તથા ભાગ લીધેલ તમામ બાળકોને શ્રી વૈભવભાઇ તથા શાળા તરફથી ઈનામ આપવામાં આવ્યા.શાળાના આચાર્યશ્રી નયનાબેન કાથરોટીયાએ સ્ટાફ પરિવાર તેમજ બાળકોનો હદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300