રાજકોટ : મહાનગરપાલિકા મેયર ઈલેવન અને કમિશનર ઈલેવન ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં ભાગ લેશે.

રાજકોટ : મહાનગરપાલિકા મેયર ઈલેવન અને કમિશનર ઈલેવન ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં ભાગ લેશે.
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકા મેયર ઈલેવન અને કમિશનર ઈલેવન ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં ભાગ લેશે.

રાજકોટ : અમદાવાદ ખાતે તા.૨૭/૧/૨૦૨૪ થી તા.૩૧/૧/૨૦૨૪ દરમ્યાન યોજાનાર ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં રાજકોટ મહાનગરપાલિકાના મેયરની ઈલેવન અને કમિશનરની ઈલેવન ભાગ લેશે. આ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિએ રમાશે. મેયરની ટીમના કોઓર્ડીનેટર અને મેનેજર તરીકે શહેર રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને કોચ તરીકે કશ્યપભાઈ શુક્લ રહેશે. જ્યારે કપ્તાન/વિકેટ કિપર તરીકે પુષ્કરભાઈ પટેલ, વાઈસ કેપ્ટન તરીકે અશ્વિનભાઈ પાંભર, તથા અન્ય ખેલાડીઓમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, કેતનભાઈ પટેલ, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, દિલીપભાઈ લુણાગરિયા, ડૉ.હાર્દિકભાઈ ગોહિલ, બાબુભાઈ ઉઘરેજા, ડૉ.નેહલભાઈ શુક્લ, જીતુભાઈ કાટોળીયા, પરેશભાઈ પીપળીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મકબુલભાઈ દાઉદાણી, બીપીનભાઈ બેરાનો સમાવેશ થાય છે. કમિશનરની ટીમમાં કેપ્ટન તરીકે જીગ્નેશભાઇ જોશી, નિકુંજ પંડ્યા, પ્રશાંત વ્યાસ, નિરવ હિરાણી, પૂર્વેશ રાજપરા, રાજેશ ભાલોડીયા, જય ચૌહાણ, પ્રકાશ બગડા, હિરેન માખેચા, પંકજ પીપળીયા, રાજ ગોહેલ, શૈલેષભાઈ મેર, પરેશભાઈ ચુડાસમા, અમિત દેવાચાર્ય, જીતુ મકવાણાનો સમાવેશ થાય છે. ટીમ મેનેજર તરીકે સ્પોર્ટ્સ ઓફિસર રાજદીપસિંહ જાડેજા રહેશે. ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં તા.૨૭/૧/૨૦૨૪ ના રોજ બપોરે ઓપનીંગ સેરેમની અને તા.૩૧/૧/૨૦૨૪ ના રોજ કલોઝિંગ સેરેમની યોજાશે. રાજકોટ મહાનગરપાલિકાની મેયરની ટીમ તેનો પ્રથમ મેચ ભાવનગર મેયરની ટીમ સાથે તા.૨૮/૧/૨૦૨૪ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે યોજાશે. આ જ દિવસે સવારે કમિશનરની ટીમ તેનો પ્રથમ મેચ ભાવનગર કમિશનરની ટીમ સાથે રમશે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240125-WA0097.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!