રાજકોટ : મોબાઇલ આંચકી જવાના ગુનાનો ભેદ ઉકેલતી આજીડેમ પોલીસ.

રાજકોટ : મોબાઇલ આંચકી જવાના ગુનાનો ભેદ ઉકેલતી આજીડેમ પોલીસ.
Spread the love

રાજકોટ શહેર અનડિટેકટ મોબાઇલ આંચકી જવાના ગુનાનો ભેદ ઉકેલી પકડી પાડતી આજીડેમ પોલીસ.

રાજકોટ : રાજકોટ શહેર ગત તા.૧૮/૧/૨૦૨૪ ના રોજ કોઠારીયા સોલવન્ટ ફાટક થી માલધારી ફાટક તરફ જવાના રસ્તે “યમુના“ એગ્રો નામના કારખાના પાસે અજાણ્યા ઈસમો દ્વારા એક નાગરીકને મોબાઇલ આંચકી (ઝુટવી) લેવાનો બનાવ બનેલ જે અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ-૩૭૯(એ)૧,૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ. આજીડેમ પોલીસ સ્ટેશનના PSI એલ.એલ.ચાવડાની ટીમ આરોપીઓ અંગેની માહિતી મેળવવા માટે કાર્યરત હતી. આ બનાવ રાત્રી દરમ્યાન બનેલ હોઈ જેથી આજુ-બાજુનાં તમામ એક્ઝીટ પોઈન્ટનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવેલ. જેમાં કેટલાક શકમંદોનાં ફૂટેજ મળેલ પણ તેઓની ઓળખ થઇ શકેલ નહિ જેથી શકમંદોની કદ-કાઠી, હલન-ચલન, ઉંમર વિગેરેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવેલ જે આધારે ટેકનિકલ વર્કઆઉટ તથા અલગ-અલગ વિસ્તારનાં શકમંદોની સઘન પૂછપરછ કરવામાં આવેલ અને જરૂરી માહિતી મેળવવામાં આવેલ. જે માહિતીને આધારે PSI એ.જે.પરમાર ની ટીમ દ્વારા રાજેશભાઇ જળુ, જગદિશસિંહ પરમાર નાઓને મળેલ બાતમી આધારે કોઠારીયા રોડ ગોકુળપાર્કના ગેટ નજીકથી આરોપીને અટક કરી અનડીટેકટ આંચકી (ઝુટવી) લેવાના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને અટકાયત કરવામાં આવેલ છે. ધ્રુવ ઉર્ફે વિલન હિતેષભાઇ મકવાણા જાતે.લુહાર ઉ.૨૦ રહે.જયરામપાર્ક તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૨૦૩ કોઠારીયા રોડ રાજકોટ.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240125-WA0072.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!