પાટણ: જિલ્લા કલેકટર શ્રી અરવિંદ વિજયનના અઘ્યક્ષ સ્થાને યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. જેમાં અનુક્રમે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે. આજરોજ પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
પાટણ જિલ્લા કલેકટર કચેરીએ આજે અરજદારો પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત યુજીવીસીએલ ને લગતા પ્રશ્નો, ખેતીને લગતા પ્રશ્નો, જિલ્લા પંચાયતને લગત પ્રશ્નો, જમીન-મહેસુલને લગતા પ્રશ્નો રીસર્વે, વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેકટરએ સંબંધિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં.
આજે યોજાયેલા જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300