રાધનપુરમાં નર્મદા કેનાલ થઈ ઓવરફ્લો: ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાન ની ભિતી

પાટણ જિલ્લાના રાધનપુર માં ફરી વધુ એકવાર મહેમદાવાદ પીપળી ડીસ્ટ્રીક્ટ ની કેનાલ ઓવરફ્લો થતાં ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાન ની ભિતી સેવાઈ રહી છે.ખેડૂતો નાં હિત માટે બનાવેલી કેનાલ અધિકારીઓ ની ઘોર બેદરકારી નાં કારણે કેનાલ વારંવાર કેનાલો ઓવરફલો થઇ રહી છે.જેના સીધા ભોગ ખેડૂતો બની રહ્યા છે ત્યારે તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
હાલ આ કેનાલ ઓવરફલો થતાં 15 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યુ છે. જેના પગલે ખેડૂતો ને મોટા પ્રમાણ માં નુકશાન થયું છે.તો ખેડૂતો નાં જણાવ્યા પ્રમાણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ની બેદરકારી નાં કારણે વારંવાર કેનાલો ઓવરફ્લો થઈ રહી છે જેનું નુકશાન તેઓને વેઠવું પડી રહ્યું છે. હાલ રાધનપુરમાં કેનાલ ફરી વધુ એકવાર ઓવરફ્લો થઈ હતી.જેને લઇને ખેડૂતો ને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
રાધનપુર ખાતે મહેમદાવાદ પીપળી ડીસ્ટ્રીક્ટ કેનાલ ઓવરફ્લો થઈ હતી. જેમાં વાવેતર કરેલ મકાઈ, રજકો, રાયડો,ઘઉં, સહિતના પાકો માં પાણી ફરી વળતા ખેડુતો ને મોટાં પ્રમાણ નાં નુકશાન થયું છે. તો બીજી તરફ ખેડૂતો નાં ઘરમાં પણ આ પાણી ફરી વળ્યુ હતુ અને ઘરના ભાગે પાણી ભરાતા ભારે મુશ્કેલી નો સામનો પરીવાર કરી રહ્યા છે.ત્યારે. તંત્ર ની લાપરવાહી વારંવાર સામે આવી રહી છે અને જેનો સીધો ભોગ ખેડૂતો બની રહ્યા છે.તો બીબી તરફ ખેડૂતો જણાવ્યું હતું કેનાલો ઓવરફલો થઇ રહી છે ત્યારે ખેડૂતો ને જે નુકશાન થઈ રહ્યું છે તેના માટે જવાબદાર કોણ અને નુકશાન ની ભરપાઇ કોણ કરશે વગેરે ખેડૂતો નાં સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ઝડપી આ પ્રશ્ન નો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે..હાલ આ કેનાલ ઓવરફલો થતાં હજારો લીટર પાણી નો વેડફાટ થયો છે.સાથે ઉભા પાકમાં કેનાલ નું પાણી ફરી વળ્યુ છે ત્યારે ખેડૂતો પર મહા મુશિબત અને નુકશાન ની ભિતી સેવાઈ રહી છે.ત્યારે તંત્ર એલર્ટ બની યોગ્ય વ્યવસ્થા કરી ખેડૂતો નાં હિત માં યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300