ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
Spread the love

ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 26મી જાન્યુઆરી, 2024 (શુક્રવાર)ના રોજ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવિશ કુમારે રેલ્વે સ્ટેડિયમ – ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, વરિષ્ઠ મંડલ સુરક્ષા કમિશનર શ્રી રામરાજ મીણાના આગવાની હેઠળ, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ, સેન્ટ જોન એમ્બ્યુલન્સ, નર્સિંગ યુનિટ્સ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ પરેડની સુંદર ઝાંખી રજૂ કરી હતી, જેનું નિરીક્ષણ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. પરેડનું નેતૃત્વ શ્રી મોહનલાલ ખીંચીએ કર્યું હતું અને તેમને શ્રી વિજય પ્રકાશ દુબેએ ટેકો આપ્યો હતો. તે પછી, ડિવિઝનલ રેલ્વે મેનેજરે આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો અને તેમણે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને 75માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ટોલી નામના કૂતરા દ્વારા અલગ-અલગ કૌશલ બતાવવામાં આવી હતી. શાળાના બાળકો અને રેલવે કર્મચારીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર અને વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સમિતિ-ભાવનગર મંડલના ચેરપર્સન શ્રીમતી સંતોષીજીએ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરનાર બાળકોને પુરસ્કૃત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ હોસ્પિટલ, કોચિંગ ડેપો સહિત તમામ સ્ટેશનો પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

રિપોર્ટ : પ્રકાશ કારાણી વેરાવળ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240126-WA0049.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!