અમન પ્રાથમિક શાળા તારાપુર ખાતે પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી

અમન પ્રાથમિક શાળા અમન લઘુમતિ હાઈસ્કૂલ તારાપુર પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી
તારાપુર નૂતન એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ સોજીત્રા સંચાલિત અમન પૃથમિક શાળા /અમન લઘુઅતિ હાઈસ્કૂલ તારાપુરમાં 75 માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆનથી કરવામાં આવી.ગામના અગ્રણી એવા ઈદ્રીશભાઈ દવાવાલા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સમગ્ર વાતાવરણ દેશપ્રેમી બનાવી દેવામાં આવ્યું હતું. દારૂલ ઉલુમ જંબુસરના ઉસ્તાદે હદિષ’ હઝરત મુફતી મુહમ્મદ મદની સાહબ’ દ્વારા સિરતુન્નબી કવીઝ કોમ્પીટીશન નાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કર્યા હતા. અંતમા દેશમાં ભાઈચારાની ભાવના વધે તે માટે ખાસ દુવા પણ કરવામાં આવી હતી ગામના અગ્રણીઓ વડીલો વાલીઓ વિધાર્થીઓ શિક્ષકગણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ -મંહમદ રફિક જે દિવાન તારાપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300