રાજુલા : જેએ સંઘવી હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.

રાજુલા જેએ સંઘવી હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
અમૃત મહોત્સવ કરી શાળાના રિનોવેશન માટે મહેનત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.વહેલી તકે શાળાનું સમારકામ ઝડપી બને તેમ જ સરકારમાંથી પણ સહાય મળે ત્યારે આ વિસ્તારની આશીર્વાદ રૂપ આ હાઈસ્કૂલ માટે સંકલનથી કાર્યવાહી કરવા માંગણી
રાજુલા જેએ સંઘવી હાઇસ્કુલ જ્યાં ચાર ચાર પેઢીના બાળકો અહીં ભણી ચૂક્યા છે અને હાલમાં સારા સારા હોદ્દાઓ ઉપર છે તાજેતરમાં જ આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અમૃત મહોત્સવ નું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને લોક ડાયરાનું અને ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પૂર્વ સહકાર આપી અને આ હાઈસ્કૂલને જર્જરીત છે તેને ઉભી કરવા માટે કટિબંધ બન્યા હતા ત્યારે આ આયોજન કરનાર તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીનું 26 જાન્યુઆરીના રોજ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક યોગેશભાઈ જોશીના હસ્તે ધ્વજવંદન કરી તેના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ સફળ કરવા બદલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોગેશભાઈ જોશી અશોકભાઈ મહેતા મહેન્દ્રભાઈ ધાખડા પંપાણીયા વર્ષાબેન મોરડીયા ચિરાગભાઈ જોશી જયેન્દ્રભાઈ ધાખડા પ્રિતેશભાઈ મહેતા સમીરભાઈ કનોજિયા મૂકેશભાઈ સોમૈયા ખોડુંભાઈ વરુ સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300