અમરેલી જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ‘સ્પર્શ લેપ્રસી જાગૃત્તિ અભિયાન’ યોજાશે

અમરેલી જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ‘સ્પર્શ લેપ્રસી જાગૃત્તિ અભિયાન’ યોજાશે
Spread the love

અમરેલી જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ‘સ્પર્શ લેપ્રસી જાગૃત્તિ અભિયાન’ યોજાશે

જિલ્લામાં સ્પર્શ લેપ્રેસી જાગૃત્તિ અભિયાનના સુચારુ આયોજન માટે માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટરશ્રી

જિલ્લા કલેક્ટરશ્રીનો સંદેશ- રક્તપિત્ત રોગને ઓળખવો સરળ છે તેમજ તેની સારવાર પણ ઉપલબ્ધ છે

અમરેલી : રક્તપિત્તની બીમારી અંગેની ખોટી ભ્રમણાઓ દૂર થાય અને લોકોને સાચી જાણકારી મળી શકે તેમજ દર્દીઓનું નિદાન થઈ શકે તેવા હેતુથી સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ‘સ્પર્શ લેપ્રસી જાગૃત્તિ અભિયાન’ યોજાશે. રક્તપિત્ત વિરુદ્ધની જાગૃત્તિ પ્રસરાવવા આ વર્ષે ‘Endign stigma, embracing Dignity’ થીમ પર પખવાડીયાના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સોમવારે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લામાં સુચારું રીતે આ અભિયાન ચલાવવાના હેતુથી એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ અમરેલી જિલ્લાની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરશ્રીને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં રક્તપિત્તના ફક્ત ૩૪ જ કેસ છે. આ અંગે નિયમિત પણે નિદાન અને તપાસણી કરવામાં આવે છે. આગામી પખવાડીયા દરમિયાન જિલ્લામાં ગ્રામ સભામાં તેમજ શાળાઓમાં અને ગ્રામિણ સ્તરે અને શહેરી વિસ્તારમાં જાગૃત્તિ અભિયાન યોજાશે.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ અંગે જિલ્લામાં એક્ટીવ કેસ ક્યા વિસ્તારમાં છે તેની વિગતો મેળવી હતી. તેમણે આ અભિયાનના સુચારું આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે સહિષ્ણુતા અને ઘૃણાનો અંત લાવવાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી સંદેશો આપતા તેમણે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. રક્તપિત્તના રોગને ઓળખવો સરળ છે તેમજ તેની સારવાર ઉપલબ્ધ છે. જિલ્લામાં રક્તપિત્તના નવા દર્દીઓ શોધવા માટે ઉપલબ્ધ સંભવિત તમામ સંસાધનોનો ઉપયોગ કરમાં આવશે. આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. જિલ્લામાં વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે રક્તપિત્ત અસરગ્રસ્ત વ્યક્તિઓ સામે ઘૃણા કે ભેદભાવને દૂર કરવા સમગ્ર તંત્ર કાર્ય કરશે. અને આ પ્રકારના વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે યોગદાન આપવામાં આવશે. આપણે સૌ ‘ઘૃણા કે ભેદભાવમાં શૂન્ય સહિષ્ણુતા’ માટે ‘ઘૃણાનો અંત લાવવા’ પ્રતિજ્ઞા કરીએ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ અને જિલ્લા કક્ષાની સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0013.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!