રાજકોટ : બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાંખવા બદલ ૨ હોસ્પિટલ પાસેથી વહીવટી ચાર્જ ની વસુલાત.

રાજકોટ : બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાંખવા બદલ ૨ હોસ્પિટલ પાસેથી વહીવટી ચાર્જ ની વસુલાત.
Spread the love

રાજકોટ મહાનગરપાલિકા બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાંખવા બદલ ૨ હોસ્પિટલ પાસેથી વહીવટી ચાર્જ વસુલાત.

રાજકોટ : રાજકોટ શહેર રાજનગર ચોકમાં આવેલ પ્રથમ હોસ્પિટલ અને નાનામવા મે.રોડ પર આવેલ સમ્યક હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા બંને હોસ્પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવરના માર્ગદર્શન હેઠળ વોર્ડનં.૮ના સેનીટરી ઇન્સ્પેકટર નિલેશ ડાભી દ્વારા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોક્ટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણ અન્ય જગ્યાએ ન ફેકતા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt.Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240130-WA0028-2.jpg IMG-20240130-WA0030-0.jpg IMG-20240130-WA0029-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!