રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PI પીકે પટેલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PI પીકે પટેલ ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
Spread the love

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PI પીકે પટેલ ની બદલી : પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન ખાતે ઘણા સમયથી ફરજ બજાવતા પી.આઈ પી.કે પટેલ ની ફરજના ભાગરૂપે રાધનપુર ખાતેથી પાટણ એલ.આઈ.બી માં બદલી થતાં રાધનપુર પોલીસ સ્ટાફ દ્વારા અને રાધનપુર નગરજનો દ્વારા સારી કામગીરી ને લઇને પી.આઈ પીકે પટેલ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા નવા પીઆઇ એમ કે ચૌધરી નો પણ સત્કાર સમારંભ યોજાયો હતો આ પ્રસંગે પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ DYSP ઓફિસ નો સ્ટાફ અને અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમની બદલી થતાં ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે દરેક પોલીસ સ્ટાફ દ્વારા પીઆઇ પીકે પટેલ ને મોમેન્ટ આપી માનભેર વિદાય આપવામાં આવી હતી. સાથે સાથે નવા આવેલા પીઆઈને મોમેન્ટ આપી માનભર સત્કાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાધનપુર પોલીસ સ્ટેશન ની અંદર ફરજ બજાવતા તમામ PSI ,હોમગાર્ડ સ્ટાફ ટીઆરબી સ્ટાફ ગ્રામ રક્ષક દળ સ્ટાફ અને રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240130_152200.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!