કોલિયારી ફ.વર્ગ ચેનપુર પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરનું દાન

કોલિયારી ફ.વર્ગ ચેનપુર પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરનું દાન
દાહોદ જિલ્લાની કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળાનાં બાળકોને TECSO FOUNDATION વડોદરા દ્વારા બાળકોને 310 ગરમ સ્વેટર દાનમાં મળ્યા છે. એ અગાઉ અત્રેની શાળાને એક વોટર કૂલર મળ્યું છે અને ગામની ઘાટી ફ.વર્ગ ચેનપુર પ્રા.શાળા ને પણ એક વોટર કુલર અને 80 ગરમ સ્વેટર દાન મળ્યું છે. જેનાથી બાળકોને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પીવા મળવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો સાથે બાળકો થોડા ઘણા અનિયમિત બાળકો હતાં તે પણ આ લાભ મળવાથી શાળાએ આવતા થયા છે.આં સ્વેટર વિતરણ માં S.M.C. અધ્યક્ષ દિલીપભાઈ પટેલ,તેમજ ચંપકભાઈ બારીઆ અને જગદીશભાઈ બારીઆ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું છે.ગરમ સ્વેટર મળતા બાળકોમાં આનંદનું મોજું ફરી વળ્યુ.અને ગ્રામજનો,વાલીઓ પણ ખૂબ આનંદિત થયા છે અને અવાર નવાર આવા ગરીબ પરિસ્થિતિ નાં બાળકોને શૈક્ષણિક સામગ્રી નું પણ દાન મળ્યું રહે એ આશા સાથે દાતાશ્રી TECSO FOUNDATION નાં સી.ઓ. મેડમ તેમજ કાર્યવાહક હેલીમેડમ નો શાળાના આચાર્ય ભોપતભાઇ બારીઆ અને સમગ્ર શાળા પરિવાર,ગ્રામજનો ફાઉન્ડેશન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300