રાધનપુર અને સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો માટે આફત રૂપી સાબિત

પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવે છે અહીં ખાસ કરીને રાધનપુર સાંતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે સમસ્યારૂપ બની છે. ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી તો ચોમાસામાં રીપેરીંગ કે મરામત થતી નથી અને શિયાળામાં નર્મદાના અધિકારીઓની ભ્રષ્ટ કોન્ટ્રાકટરોની મિલી ભગતને લઈ કેનાલો, ક્યાંક તો ઓવર ફલો થાય છે અને બીજી બાજુ કેનાલો તૂટી જાય છે. નબળી ગુણવત્તાને લઈ કેનાલોમાં ગાબડાં પડે છે, જેથી લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે.
રાધનપુર અને સમી પંથકની કેનાલો એ ખેડૂતો માથે મુશ્કેલી ઊભી કરી છે, સમી તાલુકામાંથી પસાર થતી રાફ કેનાલ જે સિંગોતરિયા ગામ પાસે ઓવરફલો થતા નજીકના ખેડૂતના ખેતરમાં પાણી આવી જતાં જીરાના પાકને નુકસાન થયું છે, તો રાધનપુર નજીક શાતુંન ગામ પાસે નર્મદાની મુખ્ય કચ્છ બાંન્ચ કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને લાખો લીટર પાણી ઉભા પાકમાં ફરી વળ્યાં હતાં જેને આસપાસના ખેતરોમાં વાવેતર કરેલ ઘઉં – જીરું – રાજગરાના પાકને નુકસાન થયું છે.
પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવે છે અહીં ખાસ કરીને રાધનપુર સાંતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે સમસ્યારૂપ બની છે ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી । તો ચોમાસામાં રીપેરીંગ કે મરામત થતી નથી અને શિયાળામાં નર્મદાના અધિકારીઓની ભ્રષ્ટ કોન્ટ્રાકટરોની મિલી ભગતને લઈ કેનાલો, કયાંક તો ઓવર ફલો થાય છે અને બીજી બાજુ કેનાલો તૂટી જાય છે. નબળી ગુણવત્તાને લઈકેનાલોમાં ગાબડાં પડે છે તેને લઈ લાખો લીટર પાણીનો તો વેડફાટ થાય છે અને સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના મ્હોમાં આવેલ કોળિયો છીનવાઈ જાય છે બીજી બાજુ નર્મદા નિગમના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કેનાલોની મરામત સાફ સફાઈ અને રીપેરીંગ માટે પાડવામાં આવતા ટેન્ડરો ટંક શાળ સાબિત થાય છે અને કોન્ટ્રાકટર માટે લોટરી લાગતી હોય છે.
આજે પણ રાધનપુર અને સમી પંથકની કેનાલો એ ખેડૂતોને માથે મુશ્કેલી ઊભી કરી છે સમી તાલુકામાંથી પસાર થતી રાફ કેનાલ જે સિંગોતરિયા ગામ પાસે ઓવરફલો થતા નજીકના ખેડૂતના ખેતરમાં પાણી આવી જતાં જીરાના પાકને નુકસાન થયું પું છે તો રાધનપુર નજીક શાતુંન ગામ પાસે નર્મદા ।ની મુખ્ય કચ્છ બાન્ચ કેનાલમા ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને લાખો લીટર પાણી ઉભા પાકમાં ફરી વળ્યાં હતાં જેને આસપાસના ખેતરોમાં વાવેતર કરેલ ઘઉં – જીરું – રાજગરાના પાકને નુકસાન થયું છે. આ અંગે ગામના ખેડૂત મોહનભાઈ એ રજૂઆત કરી જણાવેલ કે મારા ખેતર પાસે પસાર થતી કેનાલમાં એક દરવાજો બંધ કરતા પાણી ઓવરફલો થયું હતું. આ અંગે અધિકારીઓ દ્વારા ખેડૂતોને ધમકી આપી હોવાની વાત બહાર આવી છે અને ખેડૂતોને થાય તે કરીલો તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો ખેડૂતો રોજ બરોજ મીડિયા સમક્ષ આવી પોતાનો બળાપો કાઢે છે પણ તંત્ર જાગતું નથી.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300