સાંસદ સની દેઓલ પર લોકસભામાં મર્યાદા કરતા વધુ ખર્ચ કરવાનો આરોપ

ન્યુ દિલ્હી,
પંજાબના ગુરદાસપુરથી ચૂંટાયેલા સાંસદ સની દેઓલની લોકસભા સભ્યતામાં મુશ્કેલી આવી શકે છે. સની દેઓલ પર ચૂંટણીમાં મર્યાદા કરતાં વઘારે ખર્ચ કરવાનો આરોપ છે. આ મુદ્દામાં ચૂંટણી પંચને કોઈ પુરાવા મળ્યા છે. તેના આધારે ચૂંટણી પંચ સનીને નોટીસ આપવાનો વિચાર કરી રÌšં છે.
ચૂંટણી પંચને મળેલ પૂરાવા મપજબ, સની દેઓલએ ચૂંટણીમાં ૮૬ લાખ રૂપીયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે મર્યાદા ૭૦ લાખ રૂપીયા છે. ચૂંટણી પંચ મુજબ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે ખર્ચ કરનાર ઉમેદવાર સામે સખત પગલાં લેવામાં આવશે.
ચૂંટણી પંચના નિયમો મુજબ, જા કોઈ ઉમ્મેદવાર વધારે ખર્ચ કરીને જીતી જાય અને પાછળથી ખ્યાલ આવે કે તે ઉમેદવારે વધારે ખર્ચ કર્યો તો, જીતેલા ઉમેદવારની સભ્યતા રદ કરીને બીજા નંબરે આવનાર ઉમ્મેદવારને વિજેતા જાહેર થઈ શકે છે.