લોકસભામાં રેલાયુ હાસ્યઃ રામદાસ આઠવલેની શાયરીથી વડાપ્રધાન પણ હસી પડ્યા

ન્યુ દિલ્હી,
નિર્વિરોધ લોકસભા સ્પીકર તરીકે પસંદગી થયા બાદ ભાજપ સાંસદ ઓમ બિરલાને ગૃહમાં સાંસદોએ અભિનંદન પાઠવ્યા. પરંતુ સૌથી દિલચસ્પ અંદાજમાં આરપીઆઈના ચીફ રામદાસ આઠવલે એ અભિનંદન પાઠવ્યા. આઠવલે એ પોતાના ચિર-પરિચિત અંદાજમાં તુક્કાબંધી દ્વારા બિરલાને અભિનંદન પાઠવ્યા. આ દરમ્યાન ગૃહમાં બધા ખડખડાટ હસવા લાગ્યા. આઠવલે જ્યારે સ્પીકર ઓમ બિરલાને અભિનંદન પાઠવતા તો તેમની તુક્કાબંધીને સાંભળી બિરલા પણ હસતા રહ્યા હતા.
આઠવલે એ સંભળાવાની શરૂ કરી આ કવિતા
‘એક દેશ કા નામ હૈ રોમ, લેકિન લોકસભાના અધ્યક્ષ બન ગએ હૈ બિરલા ઓમ,
લોકસભા કા આપકો અચ્છી તરહ સે ચલાના હૈ કામ, વેલમેં આનેવાલોકો બ્લેકલિસ્ટ મેં ડાલના હૈ નામ,
નરેન્દ્ર મોદીજી ઔર આપકા દિલ હૈ વિશાલ, રાહુલજી આપ રહો ખુશહાલ,
હમ સબ મિલકર હાથ મેં લેતે હે એકતા કી મશાલ, ઔર ભારત કો બનાતે હૈ ઓર ભી વિશાલ,
આપકા રાજ્ય હૈ રાજસ્થાન, લેકિન લોકસભા કી આપ બન ગએ હૈ શાન,
ભારત કી હમે બઢાની હૈ શાન, લોકસભા ચલાને કે લઇ આપ હૈ પર્ફેકટ મૈન’.
આ દરમ્યાન આઠવલે એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચુટકી પણ લીધી અને ગૃહમાં ફરીથી પસંદ થઇને આવવા માટે અભિનંદન પાઠવ્યા. આરપીઆઈ પ્રમુખે કોંગ્રેસ અધ્યક્ષને કÌšં કે હવે તેઓ તેમને સત્તામાં આવવા દેશે નહીં, મોદી સરકાર ૫ વર્ષ બાદ ફરીથી ચૂંટણીમાં જીતશે. આ દરમ્યાન રાહુલ ગાંઝી ગૃહમાં હાજર હતા અને તેઓ પણ આઠવલેની વાતો પર હસતા હતા. વડાપ્રધાન મોદી પણ ખડખડાટ હસતા જાવા મળ્યા.