રાજુલા : સ્વ.દિનેશભાઇ લાલજીભાઈ સરવૈયાની આઠમી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

રાજુલામાં પુણ્યતિથિ નિમિતે ૧૧૬ બોટલ રક્ત ભેગું કરી વિવિધ લાભાર્થીઓ માટે કેમ્પ કરવામાં આવ્યો.
રાજુલા ખાતે પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકિય કાર્યો વિવિધ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને અન્ય સમાજને પરિવારની યાદમાં આવું ભગીરથ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી હતી
રાજુલા ખાતે સ્વ.દિનેશભાઇ લાલજીભાઈ સરવૈયાની આઠમી પુણ્યતિથિ નિમિતે ૧૨ મો બ્લડ ડોનેશન કેમ્પ આયુષ્યમાંન કાર્ડ વિશ્વકર્મા યોજના તેમજ હનુમંત હોસ્પિટલ દ્વારા નિદાન અને શ્રીજી હોસ્પિટલ દ્વારા બીપી.ડાયાબીટીસ ચેકઅપ સહિતના વિવિધ કાર્યક્રમો જિલ્લા ભાજપ સોશ્યલ મીડિયા કન્વીનર સાગરભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે ભાવેશભાઈ સોલંકીએ હાજરી આપી હતી.બ્લડ ડોનેટ કરી આ ભગીરથ આયોજન બદલ બિરદાવ્યા હતા. આ કેમ્પમાં 500 જેટલા લાભાર્થીઓએ વિવિધ સહાય કેમ્પનો લાભ લીધો હતો અને 116 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું
સાધુ સંતો આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ આગેવાનો શહેરીજનો વેપારીઓ અને લાભાર્થીઓ તેમજ બ્લડ ડોનરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300