રાજુલામાં આહીર સમાજ વાડી ખાતે વરીષ્ઠ પત્રકાર સ્વ.દિલીપભાઇ ગોહિલની પ્રાર્થના સભા યોજાઇ.

રાજુલામાં આહીર સમાજ વાડી ખાતે વરીષ્ઠ પત્રકાર સ્વ.દિલીપભાઇ ગોહિલની પ્રાર્થના સભા યોજાઇ.
રાજુલા શહેરમાં આહીર સમાજ વાડી ખાતે પત્રકાર મિત્રો તેમજ ગોહિલ પરીવાર દ્વારા વરીષ્ઠ પત્રકાર સ્વ.દિલીપભાઇ ગોહિલની શ્રધ્ધાંજલી પ્રાથના સભાનું આયોજન કરવામા આવ્યું હતું. ૨૭ જાન્યુઆરીના રોજ મોડીરાતે ભાવનગર ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતા દિલિપભાઇનું અવસાન થયું હતું. આ સમાચાર મળતા જ મિડિયા જગતમાં શોકનુ મોજુ ફરી વળયું હતું. દિલીપભાઇ ગોહીલની અંતિમક્રિયા પોતાના વતન રાજુલા ખાતે કરાઇ હતી. દિલીપભાઇ ગોહિલે પત્રકારત્વમાં તેજસ્વી કારકીર્દી રહી હતી. તેઓએ પ્રિન્ટ મિડિયાથી ડિજીટલ મિડિયા સુધી કામ કર્યુ હતું. વરીષ્ઠ અને નિષ્ઠાવાન પત્રકાર અનુવાદક અને કવિ પણ હતાં. અને રાજકોટ મુંબઇ દિલ્લી હૈદરાબાદ અમદાવાદ વિવિધ અખબારો ટીવી ચેનલ વેબસાઈટ માટે ભૂમિકાઓ ભજવી હતી તેમજ એમની નીચે ધણા પત્રકારોનુ ઘડતર થયું છે. હાલમા તેઓ રાજકોટનું સાંધ્ય દૈનિક અગ્ર ગુજરાત નામના અખબારમાં એસોસિયેટ એડિટર તરીકે કામ કરેલ હતું. ખાસ કરીને દિલીપભાઇ રાજકીય વિશ્લેષણ તરીકે ખૂબ જાણકાર હતાં. ત્યારે તેમની અચાનક વિદાયથી ગુજરાત પત્રકાર જગતમાં ખુબ ખોટ પડી છે. આજે તેમના વતન રાજુલા ખાતે પત્રકાર સંગઠન તેમજ ગોહિલ પરીવાર દ્વારા પ્રાથના સભા યોજાઇ હતી. આ સભામા રાજુલા શહેરીજનો પત્રકાર મિત્રો રાજકીય-સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામા લોકોએ ઉપસ્થિત રહીને
દિલીપભાઇ ગોહિલને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300