જળસંપત્તિ પ્રભાગ માટે ₹૧૧,૫૩૫ કરોડની જોગવાઇ
જળસંપત્તિ પ્રભાગ માટે ₹૧૧,૫૩૫ કરોડની જોગવાઇ
મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા તેમજ ઘરેલું વપરાશ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રાજયમાં પાણી વિતરણનું વિશાળ માળખુ ઉભું કરવામાં આવેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે.
• કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો `૪૧૧૮ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત `૨૨૫૫ કરોડની બે પાઈપલાઈનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે `૨૭૦૦ કરોડની જોગવાઇ.
• નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે તેમાં બાકી રહેતી કામગીરી માટે `૪૩૨ કરોડની જોગવાઈ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૭૧૧ કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે `૨૨૦ કરોડની જોગવાઇ.
• ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂરી થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે `૧૬૯ કરોડની જોગવાઈ.
• ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે `૨૩૬ કરોડની જોગવાઇ.
• સૌની યોજના હેઠળ બાકી રહેતા રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરઇ જળાશયને અંદાજિત `૧૬૦ કરોડના ખર્ચે જોડવાનું આયોજન.
• પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન છે. જેના માટે `૧૫૦ કરોડની જોગવાઇ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૧૦૨૦ કરોડના ખર્ચની ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે `૧૫૦ કરોડની જોગવાઇ.
• દક્ષિણ ગુજરાતના પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો / બેરેજો / વિયર બનાવવા માટે `૧૩૦ કરોડની જોગવાઈ.
• સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણ માટે `૧૨૫ કરોડની જોગવાઇ.
• કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના સિંચાઇ વંચિત વિસ્તારમાં મહીનદી આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓની કામગીરી માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
• પ્રગતિ હેઠળની પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે `૯૬ કરોડની જોગવાઇ.
• અંદાજિત `૧૩૨ કરોડના ખર્ચની પાનમ જળાશય આધારીત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે `૮૦ કરોડની જોગવાઇ.
• અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે
`૬૦ કરોડની જોગવાઇ.
• મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટે
`૫૫ કરોડની જોગવાઈ.
• બનાસકાંઠા જિલ્લામાં બાલારામથી મલાણા સુધીની પાઈપલાઈનની કામગીરી માટે `૫૦ કરોડની જોગવાઈ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૧૧૦ કરોડના ખર્ચની નવસારી જિલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે `૪૬ કરોડની જોગવાઇ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૨૫૦ કરોડના ખર્ચની નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે `૪૫ કરોડની જોગવાઇ.
• કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળસંગ્રહના કામો માટે `૪૫ કરોડની જોગવાઈ.
• મહિસાગર જિલ્લાના કડાણા જળાશય આધારીત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૩૫ કરોડની જોગવાઇ.
• મેશ્વો જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૩૫ કરોડની જોગવાઇ.
• હાથમતી જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૩૫ કરોડની જોગવાઇ.
*ભાડભૂત યોજના*
• ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. જેના માટે `૧૧૬૭ કરોડની જોગવાઇ.
*સરદાર સરોવર યોજના*
ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઇ, જળવિધુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔધોગિક વપરાશના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવેલ છે. આ યોજના માટે `૪૭૯૮ કરોડની જોગવાઈ.
• કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે `૭૬૫ કરોડની જોગવાઈ.
• નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે `૫૯૦ કરોડની જોગવાઈ.
• અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા `૩૦૦ કરોડની જોગવાઈ.
• નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે `૧૮૬ કરોડની જોગવાઈ.
• ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે `૧૩૬ કરોડની જોગવાઈ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300