કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્રારા રામગઢ ખાતે ખેડૂતો માટે તાલીમ અને ડ્રોન નિદર્શન કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્રારા રામગઢ ખાતે ખેડૂતો માટે તાલીમ અને ડ્રોન નિદર્શન કાર્યક્રમ યોજાયો
અમરેલી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, (જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત) અમરેલી દ્વારા રામગઢ ખાતે ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ ઉપરાંત ડ્રોન નિદર્શન યોજાયું હતુ. તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ડો. પી.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક શ્રી એન. એમ. કાછડીયા, શ્રી વી. એસ.પરમાર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી સાથે ખેડૂતોને શિયાળુ પાકોમાં રોગ અને જીવાત નિયંત્રણ, વિવિધ કૃષિ લક્ષી માહિતીના સ્ત્રોત અને વિવિધ કૃષિ માટેની એપ્લીકેશન વિષયક જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત ડ્રોન નિદર્શન દ્રારા બીવેરિયા જૈવિક જંતુનાશકનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તાલીમ કાર્યક્રમમાં રામગઢના કુલ ૧૦૦ જેટલા ખેડૂતો જોડાયા હતા તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300