ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
Spread the love

ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન તારીખ -2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી મોરારભાઈ ડાંગી તેમજ આ. શિ રોહિત એન. પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ પ્રવાસમાં ભાગ લીધો હતો. જેમાં કડાણા ડેમની મુલાકાત લીધી હતી જેમાં જયેશભાઈ દવે દ્વારા વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય એની માહિતી આપી હતી અને કડાણા ડેમ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા.નદીનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ માનગઢ ધામ ખાતે ગુરુ ગોવિંદ મહારાજના દર્શન કર્યા હતા.. શાળાના જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા અંકુરભાઈ પટેલ દ્વારા માંનગઢ ઇતિહાસની માહિતી આપી હતી. ત્યારબાદ માનગઢ ધામ ખાતે વિનામૂલ્યે ભોજન બાળકોને આપવામાં આવ્યું હતું. તમામ બાળકો ખુબજ આનંદિત જણાતા હતા. સમયસર સાંજે શાળામાં આવી પહોંચ્યા હતા અને તમામ બાળકો આનંદ અને લાગણી અનુભવતા હતા અને ખૂબ જ ખુશીનો આનંદ છલકતો જોવા મળ્યો હતો આમ એકદિવસીય આનંદ સભર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240203-WA0034-0.jpg IMG-20240203-WA0035-1.jpg IMG-20240203-WA0033-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!