જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા માન.કમિશનર શ્રી રાજેશ.એમ.તન્નાનો વિદાય સન્માન સમારોહ યોજાયો

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા માન.કમિશનર શ્રી રાજેશ.એમ.તન્નાનો વિદાય સન્માન સમારોહ યોજાયો
જુનાગઢ મહાનગરપાલિકામાં આજરોજ તા:૦૩/૦૨/૨૦૨૪ના રોજ મહાનગર સેવા સદનના મિટિંગ હોલ ખાતે સાંજે ૦૫:૦૦ કલાકે કમિશનરશ્રી રાજેશ એમ. તન્નાનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. રાજ્ય સરકારશ્રી દ્વારા માન.કમિશનર શ્રી રાજેશ.એમ.તન્નાની બદલી સુરેન્દ્રનગર ડી.ડી.ઓ તરીકે થયેલ છે.
જુનાગઢ મહાનગરપાલિકામાં કમિશનરશ્રી રાજેશ એમ.તન્ના દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધારે સમય સુધી ફરજ બજાવેલ છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માળખાકીય સુવિધાના કામો તેમજ અમૃત સરોવર યોજના,નરસિંહ મહેતા તળાવ ડેવલોપમેન્ટ,વાઘેશ્વરી તળાવ ડેવલોપમેન્ટ,વિવિધ એસટીપી પ્લાન્ટ,હેલ્થ અંતર્ગત શ્રવણકુમાર યોજના,પી.એમ.સ્વનિધિ યોજનામાં ગતિ મળી હતી. જૂનાગઢના વિકાસમાં તેમનો અગ્રેસરનો હિસ્સો રહ્યો હતો.કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાની રાષ્ટ્રીય પર્વની બે વખત જુનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી,જેમાં જુનાગઢ મહાનગર પાલિકાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
માન.મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમારે જણાવ્યું હતું કે જુનાગઢના વિકાસમાં કમિશનરશ્રી દ્વારા પદાધિકારીશ્રીઓના સંકલનમાં રહીને સફળ સહકાર હેઠળ સફળ ટીમ વર્ક સાથેની કામગીરી કરવામાં આવેલ છે.શહેરમાં વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે.
અંતમાં કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે,જુનાગઢ શહેરની પ્રજા ખુબ માયાળુ અને લાગણીશીલ છે. શહેરીજનો અને અધિકારીશ્રીઓના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર માનેલ છે.
આ તકે માન.મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર, માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા,કોર્પોરેટરશ્રી આરતીબેન જોશી,ઇલાબેન બાલસ,પલ્લવીબેન ઠાકર,જીવાભાઈ સોલંકી,લલિત ભાઈ સુહાગીયા,અશોકભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
જુડાના કારોબારી ચેરમેન શ્રી ભૂમીબેન કેશવાલા,નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, સેક્રેટરીશ્રી કલ્પેશ.જી.ટોલિયા,આસી. કમિશનરશ્રી જયેશ.પી.વાજા, કાર્યપાલક ઈજનેરશ્રી અલ્પેશ.જી.ચાવડા, ઈલે,ઈજનેરશ્રી હાજાભાઇ ચુડાસમા,ઓફીસ સુપ્રી.જીગ્નેશભાઈ પરમાર,હાઉસ ટેક્ષસુપ્રી.શ્રી વિરલભાઈ જોશી,વ્યવસાય વેરા અધિકારીશ્રી રાજુભાઈ મહેતા તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જન સંપર્ક અધિકારી
મહાનગર પાલિકા,જુનાગઢ
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300