ડેડીયાપાડામાં દુલ્હન ને પરણવા સૌ પ્રથમ વખત હેલિકોપ્ટરમાં જાન આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

ડેડીયાપાડામાં દુલ્હન ને પરણવા સૌ પ્રથમ વખત હેલિકોપ્ટરમાં જાન આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
Spread the love

ડેડીયાપાડામાં દુલ્હન ને પરણવા સૌ પ્રથમ વખત હેલિકોપ્ટરમાં જાન આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક ઓડ પરિવાર ના લક્ષ્મણભાઈ બુધાભાઈ ની દીકરી કાજલબેન ના લગ્ન પ્રસંગ નું આયોજન કરાયું હતું આ લગ્ન પ્રસંગે વર પક્ષના જાનૈયાઓ દુલ્હન ને પરણવા માટે હેલિકોપ્ટર માં જાન લઈ પરણવા આવ્યા હતા જેને જોવા લોકના ટોળાં ઉમટી પડ્યા હતા જોકે ડેડીયાપાડામાં સૌ પ્રથમ વખત હેલિકોપ્ટરમાં જાન આવી હોવાનું સૌ પ્રથમ લગ્ન પ્રસંગ લોકોમાં ખુબજ આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું


ડેડીયાપાડા ના ઓડ પરિવાર ના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેન ના લગ્ન ટીંબા ગામના રોહનભાઈ સાથે નક્કી કર્યા હતા જે લગ્નના રસમના રીતરિવાજ મુજબ જીવન સાથીનો સંગમ્ય મેળવવા દુલ્હન ને પરણવા માટે પુરી તૈયારીઓ સાથે ડેડીયાપાડા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે ડેડીયાપાડાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખતે હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા પરિવારજનો સહિત આજુબાજુ માંથી લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા ડેડીયાપાડા ની ઓડ પરિવાર ના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેન ના લગ્ન ટીબા ગામ ના રોહન ભાઈ સાથે રસમ ના રીતરિવાજ મુજબ થયા છે ત્યારે રોહન ભાઈએ પોતાના વરઘોડા માટે અને વરરાજા ને લઈ જવા માટે મુંબઈથી ખાસ એક હેલિકોપ્ટર ભાડે કર્યું હતું. જે મુંબઈથી ટીંબા ગામે ગયો હતું અને ત્યાંથી વરરાજાને બેસાડીને ડેડીયાપાડા ખાતે આવ્યું હતું ત્યાર પછી રસમના રીતરિવાજ મુજબ યોજાયેલા લગ્ન બાદ જાન સાંજે વિદાય લઈ ને હેલિકોપ્ટરમાં વિદાય લેશે જે ડેડીયાપાડાના ઇતિહાસ માં સૌ પ્રથમ વખત કોઈ દુલ્હન ને પરણવા જાન હેલિકોપ્ટરમાં આવી હશે જેને જોવા લોકો ના ટોળે ટોળાં ઉમટી પડ્યાં હતા

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!