પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત કુબલીયાપરા વિસ્તારમાં કોમ્બીંગ કરી ગુના દાખલ કરતી થોરાળા પોલીસ.

પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત કુબલીયાપરા વિસ્તારમાં કોમ્બીંગ કરી ગુના દાખલ કરતી થોરાળા પોલીસ.
Spread the love

રાજકોટ શહેર પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત કુબલીયાપરા વિસ્તારમાં કોમ્બીંગ કરી ગુના દાખલ કરતી થોરાળા પોલીસ.

રાજકોટ : રાજકોટ શહેર પ્રોહીની પ્રવુતી સદંતર બંધ કરવા માટે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ પુજા યાદવના માર્ગદર્શન હેઠળ કુબલીયાપરા વિસ્તારનાં પ્રોહીબીશનની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. આ કામગીરી કરતા પહેલાં કુબલીયાપરા વિસ્તારમાં ખાનગી રીતે એક દિવસ પહેલાં આવી જગ્યાઓનું સર્વે કરવામાં આવેલ અને પ્લાનીંગ કરવામાં આવેલ તથા આજરોજ સવારે ૬ વાગ્યે ઝોન-૧ હેઠળના તમામ પોલીસ સ્ટેશનના અધીકારીઓ તથા સ્ટાફને બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવી રેઈડ બાબતે શું તકેદારી રાખવી તેની સમજ કરવામાં આવી હતી. પુજા યાદવ દ્વારા રેઈડ બાબતે તમામ અધિકારીઓ તથા સ્ટાફને માર્ગદર્શન આપેલ હતું તેઓ દ્વારા સમગ્ર ડ્રાઈવનું સુપરવીઝન કરેલ. આ ડ્રાઈવમાં (૧) થોરાળા PI ભાર્ગવસિંહ ઝણકાટ (૨) બી-ડીવીઝન PI આર.જી.બારોટ (૩) આજીડેમ PI એલ.એલ.ચાવડા (૪) કુવાડવા PI બી.ટી.અકબરી (૫) એરપોર્ટ PI જે.એસ.ગામીત (૬) ભક્તિનગર PI એમ.એમ.સરવૈયા ઝોન-૧ હેઠળના ૬ PSI તથા ૭૨ અન્ય પોલીસ સ્ટાફની સંયુક્ત રીતે અલગ-અલગ ત્રણ ટીમો બનાવી કુબલીયાપરા વિસ્તારમાં વહેલી સવારે ૬/૩૦ વાગ્યે એક સાથે કોમ્બીંગ કરી આકસ્મિક સર્ચ હાથ ધરવામાં આવેલ તથા સમગ્ર કુબલીયાપરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ દેશી દારૂ કુલ.૭૧૧ લીટર કિ.૧૪,૨૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ.

રિપોર્ટ :દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240204-WA0091-2.jpg IMG-20240204-WA0088-0.jpg IMG-20240204-WA0090-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!