પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી
Spread the love

પાટણ- ઊંઝા હાઇવે પર હાંસાપુર નજીક નવનિર્માણ પામેલા બહુશ્રુત આધ્યાત્મ કેન્દ્ર બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ભવ્ય અને પવિત્ર ભવનના મંગલમૂર્તિ સભાગૃહ પાટણના સેવા કેન્દ્રની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ અને આ સંસ્થાના સ્થાપના કાળથી આજ દિન સુધી અત્રેથી વિશ્વ સેવા માટે નીકળેલા કાર્ય સેવા રત્નોનું સન્માન એમ ત્રિવેધ અવસર સમારોહ આજરોજ યોજાયો. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી હતી.

આજરોજ સવારે મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યાર બાદ ખોડાભા હોલ પાટણ ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે મને એ વાતનો આનંદ છે કે 50 વર્ષ પહેલા જે શુભ શરૂઆત થઈ હતી તેનો આજે અનેક ઘણો વિકાસ થયો છે. આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું. વર્ષ 1937 થી બ્રહ્માકુમારી દીદી અને ભાઈઓ સેવા કરતા આવ્યા છે. વ્યસનમુક્તિ-તનાવ મુક્તિના કામો મેં મારી નજર સમક્ષ જોયા છે. આખી જિંદગી સમાજ માટે આપવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને ખરેખર બિરદાવવાનું મન થાય. સૃષ્ટિમાં માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. માણસ પર પાંચ ઋણ હોય છે. પહેલું ઋણ મા બાપનું, ત્યારબાદ ગુરુનું ત્યારબાદ, સમાજનું, રાષ્ટ્રનું અને વતનનું હોય છે. આ પાંચ ઋણ જો આપણે પૂર્ણ કરી શકીએ તો આપણો માનવ અવતાર સિદ્ધ થાય છે. બ્રહ્માકુમારી દ્વારા ખૂબ જ ઉમદા કાર્યો થાય છે. આ કામોમાં સરકારની જરૂર પડે તો તેઓની મદદ કરવા માટે અમે હર હંમેશ તૈયાર છીએ ઓમ શાંતિ.

કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયોગીની બ્રહ્માકુમારી આશા દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, આજે અહીં ઉપસ્થિત આપ સૌ ધન્યવાદને પાત્ર છો કારણ કે તમારો પ્રેમ ભગવાને સ્વીકાર્યો છે. આશા દીદીએ માયાવી રાવણનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે,આજે આપણે સૌ પણ એક જાળમાં ફસાયા છીએ અને તે જાળ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉપયોગી છે, પરંતુ તેમાં માનવતા અને દિવ્યતા નથી. તેનો ઉપયોગ કરો પરંતુ પોતાની બુદ્ધિને તેની આગળ સમર્પિત ન કરો. આ નવ નિર્માણ ભવન માત્ર જોવા માટે નથી જે તેમાં જશે તે શિક્ષા મેળવશે અને તેમના પર પરમાત્માના આશીર્વાદની વર્ષા થશે. દિવ્યતા પવિત્રતા અને દિવ્ય દર્શન આપણે સૌ આ ભવનમાં કરી શકીશું. તો આવો આ યજ્ઞ કુંડથી સ્વયં ને દિવ્ય બનાવીએ. જે આ ભવનમાં આવે તેમને દુઆ આપો અને દુઆ લો.

આજના કાર્યક્રમમાં રાજયોગીની બ્ર.કુ.આશાદીદી, બ્ર.કુ.શીલુદીદી, બ્ર.કુ.ચંદ્રિકા દીદી,બ્ર.કુ.સરલાદીદી, બ્ર.કુ.નીલમદીદી, નગરપાલિકા પ્રમુખ હિરલબેન મકવાણા, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ પુર્વ કલેક્ટર જયંતિલાલ ભાડ, આગેવાનો દશરથજી ઠાકોર, મોહનભાઈ પટેલ, બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનેક સેવાદારો, અનુયાયીઓ, તેમજ પાટણનાં પ્રતિષ્ઠિત નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240204-WA0046-0.jpg IMG-20240204-WA0049-1.jpg IMG-20240204-WA0052-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!