પીએનબી કરતા મોટું કૌભાંડ…..૧૫ હજાર કરોડનો ચૂનો લગાવ્યો

ન્યુ દિલ્હી,
નકલી કંપનીઓ બનાવીને બેંકોને હજારો કરોડ રૂપિયાનો ચુનો લગાવીને સ્ટ‹લગ બાયોટેક કંપનીનાં માલિક સંદેસરા બ્રધર્સ અંગે પ્રવર્તન નિદેશાલયએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઇડી પ્રમાણે આ સંદેસરા કૌભાંડ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કરતાં પણ મોટું છે.
ઈડીનાં સૂત્રોએ જણાવ્યું કે સ્ટ‹લગ બાયોટેક કંપની લિમિટેડ અને સંદેસરા ગ્રુપનાં પ્રમોટર નિતિન સંદેસરા, ચેતન સંદેસરા અને દિપ્તી સંદેસરાએ નકલી કંપનીઓ બનાવીને ઘણી બેંકોને આશરે ૧૪,૫૦૦ કરોડનો ચૂનો લગાવ્યો છે. જ્યારે હીરા કારોબારી નીરવ મોદી અને તેનાં મામા મેહુલ ચોક્સીએ પીએનબી બેંકમાં ૧૧,૪૦૦ કરોડ રૂપિયાનો ઘોટાળો કર્યો હતો.
ઈડીએ આ મામલાની તપાસ અંતર્ગત સ્ટ‹લગ બાયોટેકની ૯૦૦૦ કરોડ રુપિયાથી વધારે સંપત્તિ જપ્ત કરી છે. આમાં નાઇજેરિયામાં તેલ રિગ, પોત, એક કારોબારી વિમાન અને લંડનમાં એક આલીશાન ફ્લેટ સામેલ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર્યવાહી દરમિયાન ઇડીને અનેક દસ્તાવેજ પણ મળ્યાં, જેમાંથઈ જાણવા મળ્યું છે કે સંદેસરા ગ્રુપની શેલ કંપનીઓથી ભારતીય બેંકોની વિદેશી બ્રાંચ પાસેથી ૯૦૦૦ કરોડ રુપિયાની લોન લીધી હતી. ઈડીનાં અધિકારી પ્રમાણે સ્ટર્લિગં બાયોટેક લિમિટેડે ભારતીય બેંકો અને ફોરેન બંન્ને કરન્સીમાં લોન લીધી હતી. સંદેસરા બ્રધર્સે આ લોન આંધ્રા બેંક, યૂકો બેંક, સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયા, અલ્હાબાદ બેંક અને બેંક ઓફ ઇÂન્ડયા પાસેથી લીધેલી હતી.
ઓક્ટોબર ૨૦૧૭માં સંદેસરા ગ્રુપ પર સીબીઆઈએ એફઆરઆઈ નોંધાવ્યાં પછી ઈડીએ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ ૫૩૮૩ કરોડ રુપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનાં મામલામાં સંદેસરા ગ્રુપ પર એફઆઈઆર નોંધી હતી.