સરકારે પહલૂ ખાન વિરુદ્ધ ગોતસ્કરીની કલમ હેઠળ ગુનો નોંધ્યો

સરકારે પહલૂ ખાન વિરુદ્ધ ગોતસ્કરીની કલમ હેઠળ ગુનો નોંધ્યો
Spread the love

અલવર,
રાજસ્થાન પોલીસે ગોતસ્કરી હેઠળ પહલૂ ખાન વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું છે. આરોપનામામાં પહલૂ ખાન તેમજ તેના બે પુત્રો ઉપર પણ ગોતસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજસ્થાન બોવાઈન એનિમલ એક્ટ હેઠળ પહલૂ ખાન વિરુદ્ધ કલમ ૬ હેઠળ ગુનો નોંધાયો છે જ્યારે તેના બે પુત્રો ઈર્શાદ (ઉં. ૨૫) અને આરિફ (ઉં. ૨૨) વિરુદ્ધ કલમ ૫,૮ અને ૯ હેઠળ ગુનો દાખલ કરાયો છે. માલ-ઢોરને લઈ જઈ રહેલા પહલૂ ખાન ઉપર ૨૦૧૭માં અલવરમાં ટોળાએ માર મારતા તેની હત્યા કરી હતી. તે વખતે રાજસ્થાનમાં ભાજપની સરકાર સત્તામાં હતી અને હવે કોંગ્રેસ સરકારે ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે સત્તા મળતા કોંગ્રેસ પણ ભાજપની નકલ કરવા લાગી છે. ભાજપના નેતા જ્ઞાન દેવે પણ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે રાજ્ય સરકાર ચાર્જશીટ દાખલ કરવાનો શ્રેય લઈ રહી છે.
શનિવારે ઓવૈસીએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે, ‘રાજસ્થાનમાં મુસલમાનોને એક વાત સમજવી જાઈએ કે સત્તા મેળવ્યા બાદ કોંગ્રેસ પણ ભાજપની કોપી બની ગઈ છે.’ તેણે વધુમાં જણાવ્યું કે મુસલમાનોએ પોતાનું એક અલગ સ્વતંત્ર રાજકીય પ્લેટફોર્મ તૈયાર કરવું જાઈએ. ૭૦ વરસ વીતી ગયા છે અને હવે પરિવર્તનનો સમય આવી ગયો છે તેમ ઓવૈસીએ જણાવ્યું હતું.
ચાર્જશીટ વિશે અશોક ગહલોતે કÌšં છે કે, આ કેસની તપાસ અમારા પહેલાની સરકારમાં થઈ છે. ચાર્જશીટ અમારી સરકારના સમયમાં દાખલ થઈ છે. અમે તપાસ કરાવીશું કે પહેલાંની સરકારમાં તપાસ યોગ્ય રીતે થઈ છે કે નહીં. જા તપાસમાં કઈ પણ ગોટાળો દેખાશે તો અમે ફરી આ કેસની તપાસ કરીશું.
૨૦૧૭માં પહલૂ ખાન પશુઓને લઈને જઈ રહ્યો હતો ત્યારે ટોળાએ ગોતસ્કરીની આશંકાએ તેની માર મારીને હત્યા કરી નાંખી હતી. અહેવાલો મુજબ પહલૂ ખાન વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશિટમાં પશુઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી ગાડીના માલિકના નામનો પણ સમાવેશ છે. બહરોર નજીક લિÂન્ચંગની ઘટના બની હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!