મોદી સરકાર વિરૂદ્ધ અહેવાલો પ્રસિદ્ધ કરવાની સજા મળી ટોચના મિડીયા ગ્રુપોને

ટાઈમ્સ ઓફ ઈન્ડીયાને મહિને ૧૫ કરોડની તો હિન્દુને મહિને ૪ કરોડની સરકારી જાહેરાતો મળતી હતી જે હવે બંધ થઈ. કેન્દ્રની મોદી સરકારે દેશના ટોચના અખબારો જેમ કે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, ધ હિન્દુ, ઈકોનોમિકસ ટાઈમ, ધ ટેલીગ્રાફ અને આનંદબજાર પત્રિકા સહિતનાને સરકારી જાહેરાતો આપવાનું બંધ કરી દીધુ છે. એવુ માનવામાં આવે છે કે, સરકાર અને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ નેગેટીવ રીપોર્ટગ કરવા બદલ આ પગલુ લેવામાં આવ્યુ છે. ધ હિન્દુને રાફેલ અકિલા ડીલ અંગે વિગતવાર અહેવાલો બહાર પાડવા બદલ આ ‘સજા’ કરવામાં આવી હોવાનું જાણ વા મળે છે. જ્યારે જૂનથી ટાઈમ્સ ગ્રુપને પણ જાહેરાતો આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. જાહેરાતો આપવાનુ જૈન બ્રધર્સની ટીવી અકીલા ચેનલો ટાઈમ્સ નાવ અને મિરર નાવને પણ બંધ કરી દેવામાં આવ્યુ છે. એવુ કહેવાય છે કે, આ ચેનલોએ પણ સરકાર વિરોધી કેટલીક બાબતો પ્રસારિત કરી હતી. આંતરીક વર્તુળોનું કહેવુ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો એ બાબતના અનેક સમાચારો ટાઈમ્સ ગ્રુપે પ્રસિદ્ધ કર્યા હતા જે પછી તેમની સામે આ પગલુ લેવામાં આવ્યુ હતું. ભાજપના અનેક નેતાઓનું કહેવુ છે કે, મોદી વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરીયાદો કરવા પાછળ કોંગ્રેસના સમર્થનથી અભિયાન ચલાવવામાં આવ્યુ હતું. જાહેરાત ઉદ્યોગના આંકડાઓ જણાવે છે કે, ટાઈમ્સ ઓફ ઈન્ડીયાને મહિને ૧૫ કરોડની જાહેરાતો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હતી. જ્યારે હિન્દુને સરેરાશ ૪ કરોડની જાહેરાતો કેન્દ્ર સરકાર આપતી હતી જે હવે બંધ કરી દેવામાં આવી છે. જો કે આ મોટા અખબારોએ હજુ સુધી આ બાબતે મૌન સેવ્યુ છે પરંતુ ગઈકાલે લોકસભામાં કોંગ્રેસ પક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ આ મુદ્દો ઉઠાવી મોદી સરકાર ઉપર બીનલોકશાહી ભર્યો વ્યવહાર કરવાનો અને પ્રેસની સ્વતંત્રતા પર તરાપ મારવાનો આરોપ મુકયો હતો. તેમણે આરોપ મુકયો હતો કે ડીએવીપી દ્વારા હિન્દુ જેવા ટોચના અખબારોને જાહેરાતો આપવાનું બંધ કરવા જણાવાયુ છે. ટાઈમ્સ સામે પણ આવુ પગલુ લેવામાં આવ્યુ છે. આ પગલા બીનલોકશાહી ભર્યા અને વેરવૃતિવાળા કહી શકાય. રાફેલ ડીલમાં વિવાદ હતો એટલે અખબારે તે પ્રસિદ્ધ કર્યો જેમાં ખોટું શું હતુ ? જ્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડીયાએ વડાપ્રધાન દ્વારા આચારસંહિતાનો ભંગ કરાયો તેના અહેવાલો છાપ્યા તેમા પણ ખોટું શું હતું ? ધ ટેલીગ્રાફ અને એબીપી મોદીના ટીક્કાકાર છે. આ લોકશાહીવાળો દેશ છે. જ્યાં મંતવ્ય વ્યકત કરવાની અને પ્રેસની આઝાદી છે. આ સામે બધાએ હવે જાગૃત થવાની જરૂર છે. એવુ સંભળાય છે કે ટાઈમ્સ ગ્રુપના એમડી વિનીત જૈને વડાપ્રધાનને મળી મામલો ઉકેલવા માટે તેમની એપોઈન્ટમેન્ટ માંગી છે કારણ કે તેમણે મોટી આર્થિક નુકશાની સહન કરવી પડી રહી છે.