પોલીસ અને ગુર્જર ગેંગ વચ્ચે અથડામણમાં ગેંગસ્ટરને ૩ ગોળી વાગી

ઉજ્જૈન,
શહેરમાં સતત ગોળીબાર કરીને આતંક મચાવનાર હિસ્ટ્રીશીટર ઈનામી ગેંગસ્ટર રોનક ગુર્જર અને તેની ગેંગ સાથે શનિવારે સવારે ૪ વાગ્યાથી ૭ વાગ્યા સુધીમાં ત્રણ જગ્યાએ પોલીસની અથડામણ થઈ હતી. સામ સામે થયેલી અથડામણમાં બંને તરફથી ફાયરિંગ થતું હતું. ગેંગસ્ટર અને તેના સભ્યોએ દેશી કટ્ટાથી પોલીસ પર ૧૨ ફાયર કર્યા, જવાબમાં પોલીસે અંદાજે ૨૫ ફાયર કરીને રોનક ગુર્જર અને રોશન ગુર્જરના પગ પર ગોળી મારીને તેમની ધરપકડ કરી હતી. રોનકને પોલીસે ત્રણ ગોળી મારી હતી. ઘાયલ Âસ્થતિમાં તેને જિલ્લા હોÂસ્પટલ લઈ જવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, માહિતી મળી હતી કે રોનક ગુર્જર કારમાં પિંગળેશ્વર ઉંડાસા તરફ ભાગી રહ્યો છે. માહિતી મળ્યા પછી પોલીસ બળની સાથે એસપી સચિન અથુલકર પોતે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને રોનકની કારને ટક્કર મારીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગેંગસ્ટર રોનકે પોલીસ પર દેશી કટ્ટાથી ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરીને રોનક અને તેના સાથી સૂરજની ધરપકડ કરી હતી.
આ ઘટના પછી બીજ અથડામણ સવારે ૬ વાગે તિરુપતિ એવન્યું ક્ષેત્રમાં થઈ હતી. અહીં ટીઆઈ અરવિંદ સિંહ તોમરે ટીમ સાથે વિસ્તાર કોર્ડન કરતાં ગેંગસ્ટર અનમોલ દીપક અને આશિષે પોલીસ પર ફાયર કર્યું હતું. અહીં પોલીસે ત્રણેય લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી બે કટ્ટા જપ્ત કર્યા હતા.
ત્રીજી ઘટના દેવાસ રોડ પાલ ખંદા નજીક સવારે ૬.૪૫ વાગે થઈ હતી. ૧૯થી વધારે આરોપોમાં સંકળાયેલો હિસ્ટ્રીશીટર ગેંગસ્ટર રોનકનો ભાઈ રોશન દેવાસ રોડથી ભાગી રહ્યો હતો. પોલીસે જ્યારે એને ઘેર્યો ત્યારે તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અહીં સબઈન્સપેક્ટર મહેન્દ્ર કુમાર સહિત ટીમના અન્ય સભ્યોએ તેના પગમાં ગોળી મારીને તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહાનંદ નગરના વીજળી ગ્રીડ નજીકથી આરોપીઓ સાથે અજય લોધીનની પણ ધરપકડ કરી લીધી હતી.