સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન કરતી બગસરા પોલીસ

પોલીસ પ્રજા વચ્ચે સમન્વય વધારવા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન કરતી બગસરા પોલીસ
મહેશ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં પોલીસ પ્રજા વચ્ચે સમન્વય વધે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી ભાવના વિકસાવવા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોગ્ય કાર્યક્રમ કરવા અંગે જરૂરી સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાર્યક્રમ યોજવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે
બગસરા પોલીસ સ્ટેશનના પ્રો.ના.પો.અધિ શ્રી સી.બી.સોલંકી સા તથા પો.ઇન્સ શ્રી કે.સી.પારગી સા ના સીધા માર્ગદર્શન હેઠળ બગસરા ટાઉન વિસ્તાર માં પોલીસ તેમજ પબ્લીક ની ક્રિકેટ ટીમો બનાવી સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવેલ. આ ક્રિકેટ મેચમાં ખંત ઉત્સાહ પુર્વક લોકો એ ભાગ લઇ ક્રિકેટ મેચ નું અયોજન સફળ બનાવેલ. તેમજ અંતે વિજેતા થયેલ ટીમને સન્માનીત કરવામાં આવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300