રાજુલાના ચાંચ બંદર મુકામે દરિયાની ખારાશ અટકાવવા દિવાલ બનાવવા ગ્રામજનોની માંગણી.

રાજુલાના ચાંચ બંદર મુકામે દરિયાની ખારાશ અટકાવવા દિવાલ બનાવવા ગ્રામજનોની માંગણી.
આ પ્રશ્નને વિધાનસભામાં ઉઠાવતા ધારાસભ્ય.
તાંત્રિક મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે તેવો મંત્રીનો વિધાનસભામાં જવાબ
રાજુલાના ચાંચ બંદર ખેરા પટવા સમઢીયાળા સહિતના ગામો દરિયાકાંઠે આવેલા છે અને દરિયાઈ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે અહીં દરિયાની ખારા જમીન પર અટકાવી ખૂબ જ જરૂરી બની હોય છે જેથી અહીંના ખેડૂતો બીજી અન્ય ખેતી કામ પણ કરી શકે.હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તેમાં રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચાંચ મુકામે આ પુરક્ષણ અને દરિયાની ખારા સટકાવવા માટે દિવાલ બનાવવા સબ મંત્રીશ્રીને આ પ્રશ્ન પૂછ્યો હતો અને વહેલી તકે અહીં દરિયાઈ ખારાશ જમીનમાં ન આવે તે માટે દિવાલ બનાવવા માટે રજૂઆત કરી હતી જેના અનુસંધાને ગુજરાત સરકારના મંત્રી દ્વારા આ દિવાલ બનાવવા માટે તાંત્રિક મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્યું હતું ત્યારે ચાંચ ગામમાં આ દિવાલનું કામ તાંત્રિક મંજૂરી મળી જતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી હતો
આ માટે આગામી સમયમાં 811 લાખ ના ખર્ચે આ કામ શરૂ કરવામાં આવશે તેમજ 22 કરોડના ખર્ચે ખેરા ફેજ ટુ ની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેવું ગુજરાત રાજ્યના જળ સંપતિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિધાનસભામાં ધારાસભ્યને જવાબ આપ્યો હતો.
રીપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300