રાજુલા : જલારામબાપા વિસે ટીપણી કરવામાં આવતા લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

રાજુલા લોહાણા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર લોહાણા સમાજ ની લાગણીને ઠેસ પહોંચતા આ ધારાસભ્ય સામે સખત પગલા લેવા અને ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માંગણી ઉઠવા પામેલ છે આજરોજ રાજુલા શહેરમાં લોહાણા મહાજન વાડી ખાતે સમગ્ર લોહાણા એકત્રિત થયેલ જેમાં સમગ્ર લોહાણા સમાજ તેમજ જલારામ સેવા મંડળ તેમજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિતની ટીમ આ આવેદનપત્ર માં સાથે રહેલ અને રાજુલા ના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જોકે જાણવા મળતી વિગત મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદનપત્ર દેવાઈ રહ્યા છે ત્યારે આ ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આક્રમક રીતે કાર્યક્રમો આપવાની લોહાણા સમાજને ફરજ પડશે તેવું સમગ્ર સૌરાષ્ટ્રના લોહાણા સમાજ દ્વારા જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300