ભાજપ સરકારને બહુમતીઓની લાગણીની પણ ચિંતા નથીઃ અભિષેક મનુ સિંઘવી

ન્યુ દિલ્હી,
જૂની દિલ્હીના હૌજ કાજી વિસ્તારના મંદિરમાં થયેલી તોડફોડ મામલે આજે બે દિવસ બાદ ફરીથી પૂજા શરૂ થઈ ગઈ. પોલીસે બંને સમુદાયો વચ્ચે વાતચીત દ્વારા મામલાને ઉકેલી લીધો છે પરંતુ આની પર રાજકારણ શરૂ થઈ ગયુ છે.
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ ૩૦ જૂનની આ ઘટના પર આજે કડક પ્રતિક્રિયા આપતા કેન્દ્રની સત્તાધારી ભાજપ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સિંઘવીએ પોતાના ટ્વીટ દ્વારા આ મામલે સાંપ્રદાયિક કાર્ડ રમવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ નેતાએ ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ પર આ મામલે કોઈ એક્શન નહીં લેવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ૨ આરોપીની ધરપકડ કરી છે અને એક સગીરની ધરપકડ કરી છે.
કોંગ્રેસ નેતાએ પોતાની ટ્વીટમાં કÌš છે મંદિરની ઘટનાને બે દિવસ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી કેન્દ્રની સત્તાધારી ભાજપ અંતર્ગત આવનાર દિલ્હી પોલીસ અથવા ગૃહ મંત્રાલયે કોઈ એક્શન લીધા નથી. એ તો અમે જાણીએ છીએ કે સત્તાધારી દળ લઘુમતીઓની ચિંતા કરતા નથી, પરંતુ શુ તેઓ બહુમતીઓની પણ ચિંતા કરતા નથી?
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કરીને ઝાયરાના નિર્ણય પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, હલાલા વ્યાજબી છે તો એક્ટિંગ હરામ શા માટે? સિંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હલાલા વ્યાજબી તો એક્ટિંગ હરામ શા માટે? આવી રીતે આગળ વધશે ભારતના મુસ્લિમ ? જા કે તેમની ટ્વીટ બાદ કેટલાક યુઝર્સે તેમને સવાલ કર્યો હતો કે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવા જઇ રહ્યા છે.