૨૦૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓને પરાણે નિવૃત્ત કરાયા

લખનૌ,
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે ભ્રષ્ટ અને નબળા અધિકારીઓ પર સપાટો બોલાવવા જઈ રહી છે. બિનકાર્યક્ષમ અને ભ્રષ્ટ અધિકારીઓની વધુ એક યાદી લઈને આવશે. યોગી સરકારે તમામ એવા અધિકારીઓની યાદી મંગાવવામાં આવી છે કે જેઓ જે તે સરકારી વિભાગોમાં ભ્રષ્ટ રહ્યાં છે અથવા તો નબળા છે. જાકે આ યાદી આવવામાં થોડા મહિનાનો સમય સમય લાગી શકે છે.
છેલ્લા બે વર્ષોમાં યોગી સરકાર જુદા જુદા વિભાગોના ૨૦૦થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને પરાણે નિવૃત્તિ અને ડિમોશન જેવી દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. એટલુ જ નહીં, આ કાર્યવાહી ઉપરાંત ૧૫૦થી વધારે અધિકારીઓ હજી પણ રડાર પર છે. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ યાદી મંગાવી છે.
શ્રમ વિભાગમાં સૌથી વધારે ૫૧ લોકોને પરાણે નિવૃત્ત કરવામાં આવ્યા છે. જ્યારે રાજસ્વ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપમાં ૩૬ અધિકારીઓ અને કર્મચારીઓને પરાણે નિવૃત્ત કરવામાં આવ્યા છે. શ્રમ વિભાગમાં ૧૬ અને વન વિભાગમાં ૧૧ લોકોને પરાણે નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. સંસ્થાગત નાણા, વાણિજ્ય કર અને એન્ટરટેઈન્મેન્ટ ટેક્ષ વિભગાના ૧૬ અધિકારીઓને હટાવવામાં આવ્યા છે.
ડેરી વિકાસ વિભાગમાં ૭ લોકોને નિવૃત્ત કરવામાં આવ્યા છે. ખાંડ ઉદ્યોગ અને શેરડી વિકાસ વિભાગના ૬ લોકોને છુટા કરી દેવામાં આવ્યા છે. ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગમાં ૩, નગર વિકાસ તથા જકાત વિભાગમાં ૫- અને બાળ તથા પુષ્ટાહાર વિભાગમાં બે લોકોને પરાણે નિવૃત્ત કરાયા છે. ટેÂક્નકલ એજ્યુકેશન વિભાગમાંથી ૨ લોકોને, જેલ પ્રશાસન અને સુધારમાંથી ૪, પ્રાથમિક શિક્ષણ વિભાગમાંથી ૮૮ લોકોને બરતરફ કરવામાં આવ્યા છે.