ગુજરાત મીડિયા એવોર્ડ ૨૦૧૯નું આયોજન

ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતાં તમામ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક અખબારો, માસિક મેગેઝિનો, વેબ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, સમાચાર એજન્સીઓ સાથે સંકળાયેલા તમામ પત્રકારમિત્રો જેવા કે, સોશ્યિલ, ક્રાઈમ, એજ્યુકેશન, જનજાગૃતિ, સરકારી તેમજ બિનસરકારી ક્ષેત્ર, સહકારી સંગઠન, સામાજિક અને સ્વૈચ્છિક એવા ઘણા બધા ક્ષેત્રે પોતાનું સક્રિય રીતે યોગદાન પૂરું પાડતા હોય તેવા તમામ મીડિયા ક્ષેત્રના મીડિયાકર્મીઓને એવોર્ડ આપીને તેઓની યશસ્વી કામગીરીને બિરદાવવા અને સૌને એકતાંતણે બાંધવાના શુભ આશયથી ગુજરાત મીડિયા એવોર્ડ ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. આ એવોર્ડ સમારોહમાં જે મિત્રો પોતાનું નામ નેંધાવવા માંગતા હોય તેઓએ https://gujaratmediaawards.com/apply/ લીંક ખોલીને નોમીનેશન ભરવાનું રહેશે.
આ ઉપરાંત વધુ માહિતી માટે સંપર્ક કરો
અંકિત હિંગુ (મો) +91 98241 88085
દરેક મીડિયાના મિત્રો આગ્રહપૂર્વક નમ્ર નિવેદન છે કે, આ એવોર્ડ કાર્યક્રમની જાણકારી દરેક વોટ્સઅપ ગ્રુપ તેમજ ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વીટર અને અન્ય તમામ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરીને સૌ મિત્રો સુધી પહોંચાડશો.