વ્યંઢળ-કિન્નરો માટે વિશેષ યોજના… હવે દર મહિને ૧૦૦૦ રૂ. પેન્શન મળશે

વ્યંઢળ-કિન્નરો માટે વિશેષ યોજના… હવે દર મહિને ૧૦૦૦ રૂ. પેન્શન મળશે
Spread the love

ગાંધીનગર,
રાજય સરકાર સમાજના દરેક વર્ગને ધ્યાને રાખી વિવિધ યોજનાઓની અમલવારી કરી નાગરિકોને સહાયથી લાભાÂન્વત કરે છે. રાજય સરકારે વ્યંઢળ-કિન્નર તરીકે ઓળખાતા તૃત્તિય જાતિના લોકોના કલ્યાણ અર્થે તેમના માટે વિશેષ યોજના જાહેર કરી છે. જેની અમલવારી સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરવામાં આવે છે.
સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માપદંડો મુજબ લાભાર્થી અરજદાર ભારત સરકારે સૂચિત કર્યા મુજબના માપદંડ અનુસાર વ્યંઢળ-કિન્નર તરીકે ઓળખાતા તૃત્તિય જાતિના હોવા જાઇએ. લાભ લેવા ઇચ્છુક વ્યંઢળ-કિન્નર ૪૦ થી ૬૦ વર્ષની વય ધરાવતા હોવા જાઇએ. રાષ્ટÙીય પેન્શન યોજના તળે તેમને માસિક રૂ.૧,૦૦૦ની સહાય મળવાપાત્ર છે, જે લાભાર્થીના પોસ્ટ કે બેંક એકાઉન્ટમાં તે સીધી જમા કરવામાં આવે છે. લાભ લેવા ઇચ્છુક કિન્નરો-વ્યંઢળોએ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સી-બ્લોક, નર્મદા ભુવન, પહેલો માળ, જેલ રોડ, વડોદરાનો (૦૨૬૫) ૨૪૨૮૦૪૮ સંપર્ક કરવો.
વ્યંઢળના માતા-પિતા માટે પણ રાષ્ટÙીય પેન્શન યોજના અમલી છે. નિયત કરવામાં આવેલ માપદંડો મુજબ વ્યંઢળ-કિન્નર અરજદારના માતા-પિતાએ સોગંદનામુ કરી પ્રમાણિત કરવાનું રહે છે. બાળકની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવી જાઇએ. માતા-પિતાનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં સહાયની રકમ વાલીને ઉપલબ્ધ થશે. તૃત્તિય જાતિના બાળકના માતા-પિતાને દર માસે રૂ.૧૦૦૦/-નું પેન્શન ચૂકવવામાં આવે છે, જે તેના પોસ્ટ કે બેંક એકાઉન્ટમાં તે સીધી જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!