ઝૂપડપટ્ટીમાં રહેતા ડ્રાઇવરને ૨૦૦ કરોડની કરચોરીની નોટીસ..!!

ઝૂપડપટ્ટીમાં રહેતા ડ્રાઇવરને ૨૦૦ કરોડની કરચોરીની નોટીસ..!!
Spread the love

ભરૂચ,
રાજ્યમાં જીએસટી સત્તધીશો મોટાપાયે દરોડા કામગીરી હાથ ધરી હતી, જેમાં ૨૮૨ સ્થળોએ દરોડા પાડી ૬૦૩૦ કરોડનું બોગસ બીલિંગ પકડી પડયું, પરંતુ આ બધા દરોડા કામગીરીમાં એક જગ્યાએ તો ખુદ જીએસટી અધિકારીઓ જ ચોંકી ગયા, જે વ્યÂક્ત વિરુદ્ધ ૨૦૦ કરોડની કર ચોરીનો આક્ષેપ હતો તે શખ્સ કોઇ બંગલામાં નહીં પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને તેનો પગાર માત્ર ૪૦૦૦ રૂપિયા હતો જે ડ્રાઇવરની નોકરી કરતો હતો.
હકીકતમાં તપાસ બાદ જાણવા મળ્યું કે આ યુવકના દસ્તાવેજાનો દૂર ઉપયોગ કરીને કેટલાક ભેજબાજાએ કંપની ખોલીને કર ચોરી કરી હતી. કર ચોરી કરનારા પકડાયા નથી અને પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકને ત્યાં દરોડા પાડવા ગયેલી ટીમને પાછા ફરવું પડ્યું હતું.
આ કૌભાંડમાં ભરૂચની ગોહિલ એન્ટરપ્રાઇઝે ઓન લાઈન બિઝનેસ કરી રૂપિયા ૨૦૦ કરોડની જી એસ ટી ચોરી કર્યાનો ખુલાસો થયો છે. પરંતુ ગોહિલ એન્ટરપ્રાઇઝ ના નામે રૂપિયા ૨૦૦ કરોડની જીએસટી ચોરી ની કૌભાંડ કેટલાક અજ્ઞાત ભેજબાજા કરી ગયા જેનો આક્ષેપ ભરૂચના સ્લમ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા ગરીબ યુવાન સુરેશ ગોહિલ પર લાગ્યો છે.
ત્રણ ચોપડી પાસ યુવક જીએસટીનો અર્થ પણ જાણતો નથી ત્યારે ૨૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો આક્ષેપ છે તે સુરેશ ગોહિલે કÌšં કે વધુ તપાસ માટે તેને મંગળવારે ભરૂચ જીએસટી કચેરીએ બોલાવવામાં આવ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!