સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમો તળિયા ઝાટક

ગાંધીનગર,
સૌરાષ્ટÙમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો હોવા છતા રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં હળવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ગયા વર્ષે પણ અપુરતો વરસાદને કારણે અહીંનાં મોટાભાગનાં ડેમોમાં પાણીનું સ્તર ઘણું નીચે છે. સૌની યોજનાનું પીવા માટે મર્યાદિત પાણી ઠલવાતું રÌšં છે, પરંતુ સિંચાઇ માટે જાઇએ તેટલો જથ્થો ઉમેરાયો નથી. જેના કારણે જામનગર જિલ્લાનાં ૨૦ અને દ્વારકાનાં ૧૨ ડેમોમાં પાણી જ નથી. જેના કારણે લોકોની સાથે ખેડૂતો અહીં સારો વરસાદ પડે તેની રાહ જાઇ રહ્યાં છે.
વરસાદનાં આગમન સાથે જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, જેતપુર, ગોંડલ સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ આ વિસ્તારોમાં વાવણી કરી દીધી છે જેથી હવે બધા જ ચાતક નજરે વરસાદની રાહ જાઇ રહ્યાં છે. સૌરાષ્ટÙના કુલ ૧૩૯ ડેમો અને જળાશયોમાં ૧૦ ટકાથી ઓછું પાણી છે. આ તમામ જળાશયોમાં ૨૫૩૭ એમસીએમ જથ્થો રહ્યો છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં ૩૩૨ એમસીએમ પાણીનો જથ્થો છે એટલે કે ૯ઃ૩૦ ટકાની આસપાસ પાણી બચ્યું છે. સૌરાષ્ટÙ પછી ખરાબ હાલત ઉત્તર ગુજરાતની છે. અહીંના ૧૫ ડેમોમાં માંડ ૧૯૨૨ એમસીએમ એટલે કે અહીં પણ ૧૧ઃ૩૦ ટકાની આસપાસ પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં Âસ્થતિ થોડી સારી છે. મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૦ ટકા જેટલું પાણી છે. સમગ્ર રાજ્યના નર્મદા ડેમને બાદ કરતા કુલ ૨૦૪ ડેમ અને જળાશયોમાં ઓછું પાણી છે.
હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે અપર એર સાયક્લોનીક સક્્ર્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે ૨૪ કલાક ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમને કારણે દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ૨૪ કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે. તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઇને આગળ વધશે. આ સિસ્ટનને કારણે આગામી મહિના જુલાઇની ૩, ૪ અને ૫ તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.