રાધનપુર ખાતે 65 વર્ષીય આધેડ નું હાર્ટ એટેક થી મોત
પાટણ જિલ્લામાં હાર્ટ એટેક થી વધુ એક મોત નાં સમાંચાર સામે આવ્યા છે.પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 65 વર્ષીય આધેડ નું હાર્ટ એટેક થી મોત નીપજ્યું છે. રાધનપુર રત્નાકર સોસાયટી ખાતે રહેતા જયાબેન સોની નાં જણાવ્યા મુજબ જયાબેન સોનીના સસરા હસમુખભાઈ ગંગારામભાઈ સોની નું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું. હસમુખભાઈ ને છાતીમાં દુખાવો થતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર ની જરૂર જણાતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં ડોક્ટર એ સારવાર દરમિયાન મૃત જાહેર કરતા હતા.અને મૃત જાહેર કરતા પરિવારજનો માં શોકનો માહોલ છવાયો હતો.પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ જયાબેન સોની નાં સસરા નું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું જે સમાચાર મળતાં ની સાથે જ સમાજના સંબંધીઓ અને કોંગ્રેસના કાર્યકરો અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોચ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300