MCMC અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ કામગીરીની માહિતી અને માર્ગદર્શન માટેનો તાલીમ વર્ગ યોજાયો

MCMC અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ કામગીરીની માહિતી અને માર્ગદર્શન માટેનો તાલીમ વર્ગ યોજાયો
Spread the love

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

MCMC અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ કામગીરીની
માહિતી અને માર્ગદર્શન માટેનો તાલીમ વર્ગ યોજાયો

અમરેલી : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલ કર્મચારીઓનો તાલીમવર્ગ જિલ્લા માહિતી કચેરી અમરેલી ખાતે યોજાયો હતી. તાલીમ દરમિયાન કર્મચારીઓને જિલ્લામાં કાર્યરત સ્થાનિક સમાચાર ચેનલોમાં પ્રસારિત થતા પેઈડ ન્યૂઝ, પેઈડ જાહેરાત, આદર્શ આચાર સંહિતા ભંગ કરતાં સમાચારો સહિત સંદર્ભે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા કક્ષાએ MCMC કમિટી સહિત વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવે છે. MCMC કમિટી સમાચાર માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં પેઇડ ન્યુઝ મોનિટરીંગ કરવાની કામગીરી કરે છે. આ તાલીમવર્ગનું સંચાલન શ્રી બી. ડી. પાથરે કર્યુ હતુ. તાલીમ વર્ગમાં ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલા કર્મચારીશ્રીઓ અને અમરેલી જિલ્લા માહિતી કચેરીના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240312_223749_749.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!