અમરેલી જિલ્લા કક્ષાનો નેશનલ મેગા લોક અદાલત કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

અમરેલી જિલ્લા કક્ષાનો નેશનલ મેગા લોક અદાલત કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન
Spread the love

અમરેલી જિલ્લા કક્ષાનો નેશનલ મેગા લોક અદાલત કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

અમરેલી : અમરેલી સ્થિત ન્યાય મંદિર તથા જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં તાજેતરમાં નેશનલ મેગા લોક અદાલત યોજાઇ હતી. અમરેલી જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એમ.જે.પરાશરના વડપણ હેઠળ મેગા લોક અદાલત યોજાઇ હતી. નેશનલ લોક અદાલતમાં ૪૬૦૩ કેસ ફેસલ થયા જેમાં ૧૦૯૬ પ્રિ લીટીગેશનના કેસ પણ ફેસલ થયા હતા તેમ જ પ્રિ લીટીગેશનમાં રૂ. ૮૦,૨૩,૪૫૫ની જે તે સંસ્થાઓને એક દિવસમાં રીકવરી થયેલ હતી. તેમ જ સ્પેશિયલ સીટીંગ નીચે વીમા ક્લેઇમના કેસ તથા બીજા કેસ મળી રૂ. ૧૧,૯૩,૮૬,૩૪૩ની રકમનું નોંધપાત્ર ચુકવણું થયેલ હતું. મેગા લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તથા અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી સહિત જિલ્લાના તમામ જ્યુડિશીયલ ઓફીસરશ્રીઓ તથા કોર્ટ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નેશનલ લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા અને તાલુકા મથકે વકીલ મંડળના હોદ્દેદારો તથા સીનિયર, જુનિયર વકીલશ્રીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. ઉપરાંત મોટી સંખ્યામાં પક્ષકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બંને પક્ષકારોની જીત અને બંને પક્ષકારોને ન્યાયનો લોક અદાલતનો સિદ્ધાંત ચરિતાર્થ થયો હતો તેમ ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી આર.વાય.ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240312_223749_749.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!