પાકિસ્તાનમાં કરાચીના કાફેમાં ન્યૂઝ એન્કરની ગોળી મારી હત્યા

ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં એક ન્યૂઝ એન્કરની ગોળી મારી હત્યા કરી દેવાઇ છે. કરાચીના લોકલ કાફે ખયાબાન-એ-બુખારીની નજીક મંગળવારના રોજ સાંજે પત્રકાર મુરીબ અબ્બાસની હત્યા કરી દીધી. હત્યા નાનકડા અણબનના લીધે થઇ. જ્યારે પોલીસ આરોપીને પકડવા ગઇ તો તેને પણ પોતાને ગોળી મારી દીધી. આરોપીની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. મુરીદ અબ્બાસ નામનો પત્રકાર ‘બોલ ન્યૂઝ’માં કામ કરતો હતો. તેની એક લોકલ કાફે ખયાબાન-એ-બુખારીની બહાર ગોળી મારી હત્યા કરાઇ હતી. જિયો ન્યૂઝના મતે જમાં એ એક સફેદ કારની અંદરથી ગોળી મારી. સાઉથ ડીઆઈજી શર્જિલ ખરાલના મતે અબ્બાસે એક મિત્રને કÌšં કે હુમલાખોરોની સાથે નાણાંની લેવડ-દેવડને લઇ અણબન થઇ હતી અને તેમાં પત્રકારની હત્યા કરી દેવાઇ.
જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ સેન્ટરના કાર્યકારી ડાયરેકટર સીમિન જમાલીએ કÌšં કે અબ્બાસને હોÂસ્પટલ લઇ જતા રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું. ન્યૂઝ એન્કરને છાતી અને પેટમાં કેટલીય ગોળી લાગી હતી તેના લીધે તેનું ઘણું લોહી વહી ગયું હતુ. જ્યારે પત્રકાર અબ્બાસના મિત્ર ખૈજર હયાતને પણ આ ઘટનામાં ગોળી મારવામાં આવી. તેને તરત જ એક ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરાયો, તેનું પણ બાદમાં મોત થઇ ગયું.