વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી ના હસ્તે લાખો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લાખો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું
તરવડામાં અંદાજિત રૂ. ૫૦ લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ, મોટા ભંડારીયામાં પાણી પુરવઠા વિભાગ અંતર્ગત સંપનું ખાતમુહૂર્ત, રામજી મંદીર પાસે બ્લોકરોડનું નિર્માણ, તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ
તોરી ગામ ખાતે આયુષ્માન આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું, વાવડી ખાતે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત થયું
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની ‘વિકાસ મેરેથોન’
છેલ્લા ૧૫ દિવસમાં મતવિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા વેકરીયા
૦૦૦૦
પાણી પુરવઠા, આરોગ્ય, રોડ રસ્તાની વર્ષોની માંગણી પરિપૂર્ણ
૦૦૦૦
અમરેલી : અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની પૂર્વ સંધ્યા સુધી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વિકાસકામોના ખાતમુહૂર્તમાં જોડાયેલા રહ્યા હતા. છેલ્લા બે દિવસમાં લાખો રૂપિયાના વિકાસકાર્યોનું ધારાસભ્ય વેકરીયાએ પોતાના મતવિસ્તારમાં ખાતમુહૂર્ત કર્યુ હતું. અમરેલી-વડીયા-કુંકાવાવના છેવાડાના વિસ્તારોમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાખો રૂપિયાના કામોનું ભૂમિ પૂજન કૌશિકભાઈએ સંપન્ન કર્યુ હતું.
અમરેલી તાલુકાના તરવડા ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ થશે જેનું ખાતમુહૂર્ત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મોટા ભંડારીયામાં પાણી પુરવઠા વિભાગ અંતર્ગત સંપનું ખાતમુહૂર્ત, રામજી મંદીર પાસે બ્લોકરોડનું નિર્માણ, તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શુક્રવારે સવારે કુકાવાવ-વડીયા તાલુકાના તોરી ખાતે આયુષ્માન આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે વાવડી ખાતે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઘારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ છેલ્લા ૧૫ દિવસમાં મતવિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપી વર્ષો જૂની સમસ્યાઓને ઉકેલી હતી. આ પ્રસંગે તેમણે લોકસભાની ચૂંટણી બાદ પણ મેરેથોન ગતિથી વિકાસકાર્યો થતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં તરવડા, મોટ ભંડારીયા, તોરી, વાવડીના સરપંચોએ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાનું અભિવાદન સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300